કાંતિ દબાઈ જાય છે તેમ જીવની શક્તિ કર્મોથી દબાઈ ગઈ છે તે સુખરૂપ છતાં દુઃખ
ભોગવે છે. આ પ્રાણી જન્મ, જરા, મરણ, રોગ, શોકાદિ અનંત ઉપાધિથી પીડિત છે.
મનુષ્ય-તિર્યંચ-નારકીઓને તનનું અને મનનું દુઃખ છે અને દેવોને દુઃખ મનનું જ છે. તે
મનનું મહાદુઃખ છે. તેનાથી પિડાય છે. આ સંસારમાં સુખ શેનું? આ ઇન્દ્રિયજનિત
વિષયનાં સુખ ઇન્દ્ર-ધરણેન્દ્ર-ચક્રવર્તીઓને મધ ચોપડેલી ખડ્ગની ધાર સમાન છે અને
વિષમિશ્રિત અન્ન સમાન છે. સિદ્ધોને મન ઈન્દ્રિય નથી, શરીર નથી, કેવળ સ્વાભાવિક
અવિનાશી ઉત્કૃષ્ટ નિરાબાધ નિરુપમ સુખ છે, તેની ઉપમા નથી. જેમ નિદ્રારહિત પુરુષને
સુવાથી શું કામ અને નિરોગીને ઔષધિથી શું પ્રયોજન? તેમ સર્વજ્ઞ વીતરાગ કૃતાર્થ સિદ્ધ
ભગવાનને ઈન્દ્રિયોના વિષયોનું શું કામ હોય? દીપકને સૂર્ય-ચંદ્રાદિથી શું? જે નિર્ભય છે,
જેને શત્રુ નથી તેમને આયુધોનું શું પ્રયોજન? જે સૌના અંતર્યામી સૌને દેખે-જાણે છે,
જેમના સકળ અર્થ સિદ્ધ થયા છે, કાંઈ કરવાનું નથી, કોઈ વસ્તુની ઈચ્છા નથી, તે
સુખના સાગર છે. ઈચ્છા મનથી થાય છે, તેમને મન નથી. પરમ આનંદસ્વરૂપ
ક્ષુધાતૃષાદિ બાધારહિત છે. તીર્થંકરદેવ જે સુખનો ઉદ્યમ કરે તેનો મહિમા ક્યાં સુધી
કહેવો? અહમિન્દ્ર, ઇન્દ્ર, નાગેન્દ્ર, નરેન્દ્ર, ચક્રવર્ત્યાદિક નિરંતર તે જ પદનું ધ્યાન કરે છે.
લૌકાંતિક દેવ તે જ સુખના અભિલાષી છે તેની ઉપમા ક્યાં સુધી આપીએ? જોકે
સિદ્ધપદનું સુખ ઉપમારહિત કેવળીગમ્ય છે તો પણ પ્રતિબોધ માટે તેમને સિદ્ધોનાં સુખનું
કાંઈક વર્ણન કહીએ છીએ.
સમસ્ત દેવોનું સુખ, ભૂત, ભવિષ્યત્, વર્તમાનકાળનું બધું એકઠું કરીએ અને તેને
અનંતગુણા કરીએ તો સિદ્ધોના એક સમયના સુખતુલ્ય નથી. કેમ? કારણ કે સિદ્ધોનું
સુખ છે તે નિરાકુળ, નિર્મળ, અવ્યાબાધ, અખંડ અતિન્દ્રિય, અવિનાશી છે અને દેવ-
મનુષ્યોનું સુખ ઉપાધિસંયુક્ત, બાધાસહિત, વિકલ્પરૂપ વ્યાકુળતાથી ભરેલું વિનાશક છે.
બીજું એક દ્રષ્ટાંત સાંભળો. મનુષ્યોમાં રાજા સુખી, રાજાઓથી ચક્રવર્તી સુખી અને
ચક્રવર્તીઓથી વ્યંતરદેવ સુખી, વ્યંતરોથી જ્યોતિષીદેવ સુખી, તેનાથી ભવનવાસી અધિક
સુખી અને ભવનવાસીઓથી કલ્પવાસી સુખી અને કલ્પવાસીઓથી નવગ્રૈવેયકના સુખી,
નવગ્રૈવેયકથી નવ અનુત્તરના સુખી અને તેમનાથી પંચોત્તરના સુખી, પંચોત્તરમાં
સર્વાર્થસિધ્ધિ સમાન બીજા સુખી નથી તે. સર્વાર્થસિદ્ધિના અહમિન્દ્રોથી અનંતાનંતગણું
સુખ સિદ્ધપદમાં છે. સુખની હદ સિદ્ધપદનું સુખ છે. અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતસુખ,
અનંતવીર્ય આ આત્માનું નિજસ્વરૂપ સિદ્ધોમાં પ્રવર્તે છે. સંસારી જીવોનાં દર્શન-જ્ઞાન,
સુખ, વીર્ય, કર્મોના ક્ષયોપશમથી બાહ્ય વસ્તુના નિમિત્તથી, વિચિત્રતા સહિત-અલ્પરૂપ
પ્રવર્તે છે. એ રૂપાદિક વિષયસુખ વ્યાધિરૂપ, વિકલ્પરૂપ મોહનાં કારણ છે. એમાં સુખ
નથી. જેમ ફોડલો પરુ કે લોહીથી ભરાઈને ફૂલે તેમાં સુખ શું? તેમ વિકલ્પરૂપ ફોડલો
અત્યંત આકુળતારૂપ પરુથી ભરેલો જેને