Padmapuran (Gujarati). Parva 106 - Ram, Laxman, Ravan, Sita adina purvabhav.

< Previous Page   Next Page >


Page 594 of 660
PDF/HTML Page 615 of 681

 

background image
પ૯૪ એકસો છમું પર્વ પદ્મપુરાણ
હિતની વાંછા રાખે છે અને દુઃખમાં સુખની આશા કરે છે. અનિત્યને નિત્ય જાણે છે,
ભયમાં શરણ માને છે, એમને વિપરીત બુદ્ધિ છે. આ બધો મિથ્યાત્વનો દોષ છે. આ
મનુષ્યરૂપ મત્ત હાથી માયારૂપી ખાડામાં પડેલો અનેક દુઃખરૂપ બંધનથી બંધાય છે.
વિષયરૂપ માંસનો લોભી માછલીની જેમ વિકલ્પરૂપી જાળમાં પડે છે, આ પ્રાણી દુર્બળ
બળદની જેમ કુટુંબરૂપ કીચડમાં ફસાયેલો ખેદખિન્ન થાય છે જેમ વેરીઓથી બંધાયેલો
અને અંધારિયા કૂવામાં પડેલો હોય તેનું બહાર નિકળવું ખૂબ મુશ્કેલ છે તેમ સ્નેહરૂપ
ફાંસીથી બંધાયેલ અને સંસારરૂપ અંધકૂપમાં પડેલા અજ્ઞાની જીવનું બહાર નીકળવું
અતિકઠિન છે. કોઈ નિકટભવ્ય જિનવાણીરૂપ રસ્તો પકડીને અને શ્રીગુરુ કાઢનારા હોય
તો નીકળે. અભવ્ય જીવ જૈનેન્દ્રી આજ્ઞારૂપ અતિદુર્લભ આનંદનું કારણ જે આત્મજ્ઞાન તેને
પામવા સમર્થ નથી, જિનરાજનો નિશ્ચયમાર્ગ નિકટભવ્ય જ પામે છે. અભવ્ય સદા કર્મોથી
કલંકિત થઈ અતિકલેશરૂપ સંસારચક્રમાં ભમે છે. હે શ્રેણિક! શ્રી ભગવાન સકળભૂષણ
કેવળીએ આમ કહ્યું ત્યારે શ્રી રામચંદ્રે હાથ જોડી, મસ્તક નમાવી કહ્યું, હે ભગવન્! હું
કયા ઉપાયથી ભવભ્રમણથી છુટું? હું બધી રાણીઓ અને પૃથ્વીનું રાજ્ય છોડવા સમર્થ છું,
પરંતુ ભાઈ લક્ષ્મણનો સ્નેહ તજવા સમર્થ નથી, હું સ્નેહ-સમુદ્રના તરંગમાં ડૂબું છું, આપ
ધર્મોપદેશરૂપ હસ્તાવલંબન આપીને મને કાઢો. હે કરુણાનિધાન! મારી રક્ષા કરો. ત્યારે
ભગવાને કહ્યું - હે રામ શોક ન કર, તું બળદેવ છે, કેટલાક દિવસ વાસુદેવ સહિત
ઇન્દ્રની જેમ આ પૃથ્વીનું રાજ્ય કરી જિનેશ્વરનાં વ્રત ધરી તું કેવળજ્ઞાન પામીશ. કેવળીનાં
આ વચન સાંભળી શ્રી રામચંદ્ર હર્ષથી રોમાંચિત થયા. તેમનાં નયનકમળ ખીલી ગયાં.
વદનકમળ વિકસિત થયું, પરમ ધૈર્ય પામ્યા. રામને કેવળીના મુખથી ચરમશરીરી જાણી
સુર-નર-અસુર બધા જ પ્રશંસાથી અત્યંત પ્રીતિ કરવા લાગ્યા.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગં્રથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રામને કેવળીના મુખે ધર્મશ્રવણનું
વર્ણન કરનાર એકસો પાંચમું પર્વ પૂર્ણ થયું.
* * *
એકસો છમું પર્વ
(રામ, લક્ષ્મણ, રાવણ, સીતા આદિના પૂર્વભવ)
પછી વિદ્યાધરોમાં શ્રેષ્ઠ રાજા, વિભીષણ, રાવણનો ભાઈ, સુંદર શરીરનો ધારક,
રામની ભક્તિ જ જેનું આભૂષણ છે તેણે બેય હાથ જોડી, પ્રણામ કરી કેવળીને પૂછયું, હે
દેવાધિદેવ! શ્રી રામચંદ્રે પૂર્વભવમાં એવું કયું સુકૃત્ય કર્યું હતું કે જેથી તેમણે આવો મહિમા
પ્રાપ્ત કર્યો? તેમની સ્ત્રી સીતાનું દંડકવનમાંથી ક્યા પ્રસંગથી રાવણ હરણ કરી ગયો, જે
ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચારે પુરુષાર્થનો જાણનાર હતો, અનેક શાસ્ત્રનો પાઠી, કૃત્ય-
અકૃત્યનો જાણનાર, ધર્મ-