છે તે દીર્ઘસંસારી છે. જે સાધુ થઈ તેલાદિનું મર્દન કરે છે, શરીરના સંસ્કાર કરે છે,
પુષ્પાદિક સૂંઘે છે, સુગંધ લગાવે છે, દિપક સળગાવે છે, ધૂપક્ષેપણ કરે છે તે સાધુ નથી,
મોક્ષમાર્ગથી પરાઙમુખ છે. પોતાની બુદ્ધિથી જે કહે છે કે હિંસામાં દોષ નથી તે મૂર્ખ છે,
તેમને શાસ્ત્રનું જ્ઞાન નથી, ચારિત્ર નથી.
નિઃપરિગ્રહી છે તો પણ દયાળુ નથી. જેનું હૃદય દુષ્ટ છે, સમ્યક્ત્વ બીજ વિના ધર્મરૂપ
વૃક્ષ તે ઉગાડી શકે નહિ. અનેક કષ્ટ કરે તો પણ તે મુક્તિ પામે નહિ. જે ધર્મની બુદ્ધિથી
પર્વત ઉપરથી પડતું મૂકે. અગ્નિમાં બળે, જળમાં ડૂબે, ધરતીમાં દટાઈ જાય, તે કુમરણથી
કુગતિ પામે છે. જે પાપકર્મી કામનાપરાયણ આર્ત રૌદ્રધ્યાની વિપરીત ઉપાય કરે, તે નરક
નિગોદમાં જાય છે. મિથ્યાદ્રષ્ટિ કદાચ દાન કરે, તપ કરે, તે પુણ્યના ઉદયથી મનુષ્ય અને
દેવગતિનાં સુખ ભોગવે છે, પરંતુ શ્રેષ્ઠ મનુષ્ય થતા નથી. સમ્યગ્દ્રષ્ટિઓનાં ફળના
અસંખ્યાતમાં ભાગનું પણ ફળ નથી. સમ્યગ્દ્રષ્ટિ ચોથા ગુણસ્થાનવાળા અવ્રતી હોય તો
પણ તેમને નિયમમાં પ્રેમ છે તે સમ્યગ્દર્શનના પ્રસાદથી દેવલોકમાં ઉત્તમ દેવ થાય છે.
અને મિથ્યાદ્રષ્ટિ કુલિંગી મહાતપ પણ કરે તોયે દેવોના કિંકરહીન દેવ થાય છે, પછી
સંસારભ્રમણ કરે છે. સમ્યગ્દ્રષ્ટિ ભવ ધરે તો ઉત્તમ મનુષ્ય થઈ. તેમાં દેવોના ભવ સાત
અને મનુષ્યોના ભવ આઠ, આ પ્રમાણે પંદર ભવમાં પંચમગતિ પામે છે. વીતરાગ સર્વજ્ઞે
મોક્ષનો માર્ગ પ્રગટ દેખાડયો છે. પરંતુ આ વિષયી જીવ તેને અંગીકાર કરતો નથી,
આશારૂપી ફાંસીથી બંધાયેલા, મોહને વશ થયેલા, તૃષ્ણાથી ભરેલા, પાપરૂપ જંજીરથી
જકડાયેલા કુગતિરૂપ બંદીગૃહમાં પડે છે. સ્પર્શ અને રસના આદિ ઈન્દ્રિયોનાં લોલુપી
દુઃખને જ સુખ માને છે. આ જગતના જીવ એક જિનધર્મના શરણ વિના કલેશ ભોગવે
છે. ઈન્દ્રિયોનાં સુખ ઈચ્છે તે મળે નહિ અને મૃત્યુથી ડરે તેથી મૃત્યુ છોડે નહિ, વિફળ
કામના અને વિફળ ભયને વશ થયેલા જીવ કેવળ તાપ જ પામે છે. તાપ દૂર કરવાનો
બીજો કોઈ ઉપાય નથી. તૃષ્ણા અને ભયને છોડવા એ જ સુખનો ઉપાય છે. આ જીવ
તૃષ્ણાથી ભરેલો ભોગોનો ભોગ કરવા ચાહે છે અને ધર્મમાં ધૈર્ય રાખતો નથી, કલેશરૂપ
અગ્નિથી ઉષ્ણ, મહાઆરંભમાં ઉદ્યમી કોઈ પણ વસ્તુ પામતો નથી, ઉલટું ગાંઠના ખોવે
છે. આ પ્રાણી પાપના ઉદયથી મનવાંછિત અર્થ પામતો નથી, ઉલટો અનર્થ થાય છે. તે
અનર્થ અતિ દુર્જય છે. આ મેં કર્યું, આ હું કરું છું, આ કરીશ એવો વિચાર કરતાં જ
મરીને કુગતિમાં જાય છે. આ ચારેય ગતિ કુગતિ છે, એક પંચમ નિર્વાણગતિ જ સુગતિ
છે, જ્યાંથી પાછા આવવાનું નથી. જગતમાં મૃત્યુ એ નથી જોતું કે આણે આ કર્યું, આ ન
કર્યું, બાળથી માંડી સર્વ અવસ્થામાં આવીને ઉપાડી જાય છે, જેમ સિંહ મૃગને કોઈપણ
અવસ્થામાં પકડી લે છે. અહો, આ અજ્ઞાની જીવ અહિતમાં