અથવા અનિત્યાદિ બાર ભાવના અથવા પ્રશમ, સંવેગ, અનુકંપા, આસ્તિક્ય અને શંકાદિ
દોષરહિતપણું, જિનપ્રતિમા, જિનમંદિર, જિનશાસ્ત્ર, મુનિરાજોની ભક્તિથી સમ્યગ્દર્શન
નિર્મળ થાય છે અને સર્વજ્ઞના વચન પ્રમાણ વસ્તુને જાણવી તે જ્ઞાનની નિર્મળતાનું કારણ
છે. જે કોઈથી ન સધાય એવી દુર્ધર ક્રિયાને-આચરણને ચારિત્ર કહે છે. ત્રસ સ્થાવર સર્વ
જીવની દયા, સર્વને પોતાના સમાન જાણવા તેને ચારિત્ર કહે છે. પાંચ ઈન્દ્રિયોનો નિરોધ,
મનનો નિરોધ, વચનનો નિરોધ, સર્વ પાપક્રિયાના ત્યાગને ચારિત્ર કહે છે. સાંભળનારનાં
મન અને કાનને આનંદકારી, સ્નિગ્ધ, મધુર, અર્થસંયુક્ત, કલ્યાણકારી વચન બોલવાં તેને
ચારિત્ર કહીએ. મનવચનકાયથી પરધનનો ત્યાગ કરવો, કોઈની વસ્તુ દીધા વિના ન લેવી
અને આપેલ આહાર માત્ર લેવો તેને ચારિત્ર કહીએ, દેવોથી પૂજ્ય અતિ દુર્ધર
બ્રહ્મચર્યવ્રતનું પાલન તેને ચરિત્ર કહીએ, શિવમાર્ગ એટલે નિર્વાણના માર્ગને વિઘ્ન
કરનારી મૂર્ચ્છા-મનની અભિલાષાનો ત્યાગ એટલે પરિગ્રહના ત્યાગને ચારિત્ર કહે છે. આ
મુનિઓનો ધર્મ કહ્યો અને જે અણુવ્રતી શ્રાવક મુનિઓને શ્રદ્ધાદિ ગુણોથી યુક્ત નવધા
ભક્તિથી આહાર આપે તેને એકદેશ ચારિત્ર કહીએ. પરદારા-પરધનનો પરિહાર,
પરપીડાનું નિવારણ, દયાધર્મનું અંગીકાર કરવું, દાન, શીલ, પૂજા, પ્રભાવના,
પર્વોપવાસાદિકને દેશચારિત્ર કહીએ. યમ એટલે જીવનપર્યંત પાપનો પરિહાર, નિયમ
એટલે મર્યાદારૂપ વ્રત-તપ ધરવાં, વૈરાગ્ય, વિનય, વિવેકજ્ઞાન, મન-ઈન્દ્રિયોના-નિરોધ
ધ્યાન ઈત્યાદિ ધર્મના આચરણને એકદેશ ચારિત્ર કહીએ. આ અનેક ગુણોથી યુક્ત
જિનભાષિત ચારિત્ર પરમધામનું કારણ કલ્યાણની પ્રાપ્તિ અર્થે સેવવાયોગ્ય છે. સમ્યગ્દ્રષ્ટિ
જે જીવ જિનશાસનનો શ્રદ્ધાની, પરનિંદાનો ત્યાગી, પોતાની અશુભ ક્રિયાનો નિંદક,
જગતના જીવોથી ન સધાય એવા દુર્દ્ધર તપનો ધારક, સંયમનો સાધનાર જ દુર્લભ ચારિત્ર
ધરવાને સમર્થ થાય છે. જ્યાં દયા આદિ સમીચીન ગુણ નથી ત્યાં ચારિત્ર નથી. ચારિત્ર
વિના સંસારથી નિવૃત્તિ નથી. જ્યાં દયા, ક્ષમા, જ્ઞાન, વૈરાગ્ય, તપ, સંયમ નથી ત્યાં ધર્મ
નથી. વિષયકષાયનો ત્યાગ તે જ ધર્મ છે. શમ એટલે સમતાભાવ પરમશાંત, દમ એટલે
મન-ઈન્દ્રિયોનો નિરોધ, સંવર એટલે નવીન કર્મોનો નિરોધ જ્યાં ન હોય ત્યાં ચારિત્ર
નથી. જે પાપી જીવ હિંસા કરે છે, જૂઠું બોલે છે, ચોરી કરે છે, પરસ્ત્રી સેવન કરે છે,
મહાઆરંભી છે, પરિગ્રહી છે તેમને ધર્મ નથી. જે ધર્મના નિમિત્તે હિંસા કરે છે તે અધર્મી
અધમગતિના પાત્ર છે. જે મૂઢ જિનદીક્ષા લઈને આરંભ કરે છે. તે યતિ નથી. યતિનો
ધર્મ આરંભ પરિગ્રહથી રહિત છે. પરિગ્રહધારીઓને મુક્તિ નથી. હિંસામાં ધર્મ જાણી છ
કાય જીવોની હિંસા કરે છે તે પાપી છે. હિંસામાં ધર્મ નથી, હિંસકોને આ ભવ કે
પરભવમાં સુખ નથી. જે સુખ અર્થે, ધર્મને અર્થે જીવઘાત કરે છે તે વૃથા છે. જે ગ્રામ
ક્ષેત્રાદિકમાં આસક્ત છે, ગાય-ભેંસ રાખે છે, મારે છે, બાંધે છે, તોડે છે, બાળે છે, તેમને
વૈરાગ્ય ક્યાં છે? જે ક્રયવિક્રય કરે છે, રસોઈ માટે હાંડી વગેરે રાખે છે, આરંભ કરે છે,
સુવર્ણાદિક રાખે છે તેમને મુક્તિ