સમીપે મુનિ થયા. જેનું મન વિરક્ત છે, સમ્યક્ત્વની ભાવનાથી ત્રણે યોગ મન, વચન,
કાયાની શુદ્ધતા ધરતા, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી મંડિત, રાગદ્વેષથી પરાઙમુખ
રત્નત્રયરૂપ આભૂષણોના ધારક, ઉત્તમ ક્ષમાદિ દશલક્ષણધર્મથી મંડિત, જિનશાસનના
અનુરાગી, સમસ્ત અંગ પૂર્વાંગના પાઠક, સમાધાનરૂપ પાંચ મહાવ્રતના ધારક, જીવોની
દયા પાળનાર, સપ્તભય રહિત પરમ ધૈર્યના ધારક, બાવીસ પરીષહ સહનાર. બેલા, તેલા,
પક્ષ, માસાદિક અનેક ઉપવાસ કરનાર, શુદ્ધાહાર લેનાર, ધ્યાનાધ્યયનમાં તત્પર, નિર્મમત્વ,
ભોગોની વાંછના ત્યાગી, નિદાનબંધ રહિત, જિનશાસન પ્રતિ વાત્સલ્ય રાખનાર, યતિના
આચારમાં સંઘના અનુગ્રહમાં તત્પર, બાલાગ્રના કોટિભાગ જેટલો પણ પરિગ્રહ ન
રાખનાર, સ્નાનના ત્યાગી, દિગંબર, સંસારના પ્રબંધરહિત, ગ્રામના વનમાં એક રાત્રિ
અને નગરના વનમાં પાંચ રાત્રિ રહેનાર, ગિરિગુફા, ગિરિશિખર, નદીતટ, ઉદ્યાન ઈત્યાદિ
પ્રશસ્ત સ્થાનોમાં નિવાસ કરનાર, કાયોત્સર્ગના ધારક, દેહ પ્રત્યે મમતારહિત નિશ્ચળ
મૌની પંડિત મહાતપસ્વી ઈત્યાદિ ગુણોથી પૂર્ણ કર્મ પિંજરને જીર્ણ કરી કાળ પામીને
શ્રીચંદ્ર મુનિ રામચંદ્રનો જીવ પાંચમા સ્વર્ગમાં ઇન્દ્ર થયો. ત્યાં લક્ષ્મી, કીર્તિ, કાંતિ,
પ્રતાપનો ધારક દેવોનો ચૂડામણિ ત્રણ લોકમાં પ્રસિદ્ધ પરમઋદ્ધિયુક્ત મહાસુખ ભોગવતો
હતો. નંદનાદિક વનમાં સૌધર્માદિક ઇન્દ્ર એની સંપદા જોઈ રહ્યા છે, એને જોવાની વાંછા
રહે. મહાસુંદર વિમાન, મણિ, હેમમયી મોતીઓની ઝાલરોથી મંડિત તેમાં બેસીને વિહાર
કરે, દિવ્ય સ્ત્રીઓના નેત્રોને ઉત્સવરૂપ મહાસુખમાં સમય વ્યતીત કરવા લાગ્યો. શ્રીચંદ્રનો
જીવ બ્રહ્મેન્દ્ર થયો હતો તેનો મહિમા હે વિભીષણ! વચનોથી ન કહી શકાય, તે કેવળજ્ઞાન
ગમ્ય છે. આ જિનશાસન અમૂલ્ય પરમરત્ન ઉપમારહિત ત્રણ લોકમાં પ્રગટ છે, તો પણ
મૂઢ જાણતો નથી. શ્રી જિનેન્દ્ર, મુનીન્દ્ર અને જિનધર્મનો મહિમા જાણીને પણ મૂર્ખ
મિથ્યાભિમાનથી ગર્વિત બની ધર્મથી પરાઙમુખ રહે છે. જે અજ્ઞાની આ લોકના સુખમાં
અનુરાગી થયો છે તે બાળક સમાન અવિવેકી છે. જેમ બાળક સમજ્યા વિના અભક્ષ્યનું
ભક્ષણ કરે છે, વિષપાન કરે છે તેમ મૂઢ અયોગ્ય આચરણ કરે છે. જે વિષયના અનુરાગી
છે તે પોતાનું બુરું કરે છે. જીવોના કર્મબંધની વિચિત્રતા છે, તેથી બધા જ જ્ઞાનના
અધિકારી નથી. કેટલાક મહાભાગ્યે જ્ઞાન પામે છે અને કેટલાક જ્ઞાન પ્રાપ્ત કરીને બીજી
વસ્તુની વાંછાથી અજ્ઞાનદશા પામે છે. કેટલાક મહાનિંદ્ય સંસારી જીવોના માર્ગની રુચિ કરે
છે. તે માર્ગદોષથી ભરેલા છે, જેમા વિષયકષાયની બહુલતા છે. જિનશાસન સમાન બીજો
કોઈ દુઃખમુક્તિનો માર્ગ નથી, તેથી હે વિભીષણ! તું આનંદભર્યા ચિત્તે જિનેશ્વરદેવનું
અર્ચન કર. આ પ્રમાણે ધનદત્તનો જીવ મનુષ્યમાંથી દેવ, દેવમાંથી મનુષ્ય થઈ નવમા ભવે
રામચંદ્ર થયો. તેની વિગત પહેલા ભવમાં ધનદત્ત, બીજા ભવમાં પહેલા સ્વર્ગનો દેવ,
ત્રીજા ભવમાં પદ્મરુચિ શેઠ, ચોથા ભવમાં બીજા સ્વર્ગનો દેવ, પાંચમા ભવમાં નયનાનંદ
રાજા, છઠ્ઠા ભવમાં ચોથા સ્વર્ગનો દેવ, સાતમા ભવમાં