દેખતા નથી. સરખેસરખા વચ્ચે પ્રીતિ થાય છે તેથી તમને મૂઢ જોઈને અમને અધિક
પ્રીતિ ઉપજી છે. અમે નિરર્થક કાર્ય કરનારા તેમાં તમે મુખ્ય છો. અમે ઉન્મત્તપણાની ધજા
લઈને ફરીએ છીએ ત્યાં તમને અતિઉન્મત્ત જોઈને તમારી પાસે આવ્યા છીએ.
ભાસે તેમ ભરતક્ષેત્રના પતિ રામરૂપી સૂર્ય મોહરૂપ મેઘપટલમાંથી નીકળીને જ્ઞાનરૂપી
કિરણો વડે પ્રકાશવા લાગ્યા. જેમ શરદઋતુમાં કાળી ઘટારહિત આકાશ નિર્મળ શોભે છે
તેમ રામનું મન શોકરૂપ કર્દમરહિત નિર્મળ થવા લાગ્યું. રામ સમસ્ત શાસ્ત્રોમાં પ્રવીણ છે
તે અમૃત સમાન જિનવચનને યાદ કરી ખેદરહિત થયા. તે ધીરતાના અવલંબનથી એવા
શોભે છે, જેવો ભગવાનના અભિષેકમાં સુમેરુ શોભે. જેમ અત્યંત શીતળ પવનના
સ્પર્શરહિત કમળોનું વન શોભે અને ખીલે તેમ શોકરૂપ કલુષતારહિત રામનું ચિત્ત
વિકસિત થયું. જેમ કોઈ રાત્રીના અંધકારમાં માર્ગ ભૂલી ગયો હોય અને સૂર્યોદય થતાં
માર્ગ હાથ આવતાં રાજી થાય, અત્યંત ક્ષુધાથી પીડિત મનવાંછિત ભોજન કરી અત્યંત
આનંદ પામે અને જેમ કોઈ સમુદ્ર તરવાનો અભિલાષી વહાણ મળતાં હર્ષરૂપ થાય અને
વનમાં માર્ગ ભૂલી નગરનો માર્ગ મળતાં રાજી થાય, તૃષાથી પીડિત સરોવર પ્રાપ્ત થતાં
સુખી થાય, રોગપીડિતજન રોગહરણ ઔષધિ મળતાં અત્યંત આનંદ પામે અને પોતાના
દેશમાં જવા ચાહનારને સાથીદાર જોઈ પ્રસન્નતા થાય, જે બંદીગૃહમાંથી છૂટવા ચાહતો હોય
તેની બેડી કપાય અને તે જેવો હર્ષિત થાય તેમ રામચંદ્ર પ્રતિબોધ પામીને પ્રસન્ન થયા.
જેમનું હૃદયકમળ ખીલ્યું છે, પરમ કાંતિ ધરતાં તે પોતાને સંસારના અંધારિયા કૂવામાંથી
નીકળેલો માનવા લાગ્યા. તેમણે મનમાં જાણ્યું કે હું નવો જન્મ પામ્યો છું. શ્રી રામ
વિચારે છે-અહો દર્ભની અણી પર પડેલું ઝાકળનું બિંદુ જેવું ચંચળ છે તેના જેવું
મનુષ્યજીવન છે, તે ક્ષણમાત્રમાં નાશ પામી જાય છે. ચાર ગતિરૂપ સંસારમાં ભ્રમણ કરતાં
મેં અત્યંત કષ્ટથી મનુષ્યશરીર પ્રાપ્ત કર્યું અને વૃથા ખોયું. કોના ભાઈ, કોના પુત્ર, કોનો
પરિવાર, કોનું ધન, કોની સ્ત્રી? આ સંસારમાં આ જીવે અનંત સંબંધી મેળવ્યા, એક
જ્ઞાન દુર્લભ છે. આ પ્રમાણે શ્રી રામ પ્રતિબુદ્ધ થયા. ત્યારે તે બન્ને દેવ પોતાની માયા દૂર
કરી લોકોને આશ્ચર્ય ઉપજાવનાર સ્વર્ગની વિભૂતિ પ્રગટ દેખાડવા લાગ્યા. શીતળ, મંદ,
સુગંધી વાયુ વાવા લાગ્યો. આકાશમાં દેવોનાં વિમાનો જ વિમાનો દેખાવાં લાગ્યાં,
દેવાંગના ગાવા લાગી, વીણા, બાંસુરી, મૃદંગાદિ વાગવા લાગ્યાં. તે બન્ને દેવોએ રામને
પૂછયું-આપે આટલા દિવસ રાજ્ય કર્યું તો શું સુખ મેળવ્યું? ત્યારે જવાબ આપ્યો-
રાજ્યમાં સુખ શાનું? જ્યાં અનેક વ્યાધિ હોય, જે એને તજીને મુનિ થયા તે સુખી છે.
વળી હું તમને પુછું છું તે અતિસૌમ્ય વદનવાળા તમે કોણ છો અને કયા કારણે મને
આટલું મોટું હિત બતાવ્યું? ત્યારે જટાયુના જીવે કહ્યું કે હે પ્રભો! હું તે ગીધ