ગયો. કામદેવના રૂપથી તેમને મોહિત કર્યા અને તેમને એવી માયા બતાવી કે અયોધ્યાની
આગળ અને પાછળ દુર્ગમ પહાડ પડયા છે, અયોધ્યા અપાર છે, આ અયોધ્યા કોઈથી
જિતાય તેમ નથી. આ કૌશલપુરી સુભટોથી ભરેલી છે, કોટ આકાશને અડે તેટલો ઊંચો
છે અને નગરની બહાર-અંદર દેવ, વિદ્યાધરો ભર્યા છે, એમને ખબર નહોતી કે આ
નગરી મહાવિષમ છે, જમીન ઉપર કોઈએ કે આકાશમાં જોઈએ તો દેવ વિદ્યાધરો
ઊભરાઈ રહ્યા છે. હવે કેવી રીતે આપણા પ્રાણ બચી શકે, કેવી રીતે જીવતા પાછા ઘેર
જઈએ, જ્યાં શ્રી રામદેવ બિરાજે છે તે નગરી અમારાથી કેવી રીતે જીતી શકાય, આવી
વિક્રિયાશક્તિ વિદ્યાધરોમાં ક્યાંથી હોય? અમે વિચાર્યા વિના આ કામ કર્યું છે. જો
આગિયો સૂર્ય સાથે વેર કરવાનું વિચારે તો શું કરી શકે. હવે જો ભાગીએ તો કયા રસ્તે
ભાગીએ, માર્ગ જ નથી. આ પ્રમાણે અંદરોઅંદર વાતો કરતાં ધ્રુજવા લાગ્યા, સમસ્ત
શત્રુઓની સેના વિહ્વળ થઈ ગઈ. પછી જટાયુએ (જટાયુના જીવે) દેવવિક્રિયાની ક્રીડા
કરીને તેમને દક્ષિણ તરફ ભાગવાનો માર્ગ આપ્યો. તે બધા પ્રાણરહિત થઈને ધૂ્ર્રજતા
ધૂ્ર્રજતા ભાગ્યા જેમ બાજ પક્ષી પાસેથી પારેવા ભાગે. આગળ જઈને ઇન્દ્રજિતના પુત્રે
વિચાર્યું કે આપણે વિભીષણને શો ઉત્તર આપીશું અને લોકોને મોઢું કેવી રીતે બતાવીશું?
આમ વિચાર કરી લજ્જિત થઈને સુંદરના પુત્ર, ચારે રત્નો સહિત અને વિદ્યાધરો સહિત
ઇન્દ્રજિતના પુત્ર વજ્રમાલી રતિવેગ નામના મુનિની નિકટ મુનિ થયા. ત્યારે આ જટાયુનો
જીવ દેવ તે સાધુઓનાં દર્શન કરી પોતાનો સકળ વૃત્તાંત કહી ક્ષમા કરાવી અયોધ્યા
આવ્યો, જ્યાં રામ ભાઈના શોકથી બાળક જેવી ચેષ્ટા કરતા હતા. તેમને સંબોધવા માટે
તે બન્ને દેવે પ્રયત્ન કર્યો અને જટાયુનો જીવ મૃત બળદની વડે હળ ચલાવવાનો યત્ન
કરવા લાગ્યો અને પથ્થર ઉપર બીજ વાવવા લાગ્યો તો પણ આ દ્રષ્ટાંતો રામના મનમાં
આવ્યાં નહિ. પછી કૃતાંતવક્રનો જીવ રામની આગળ ઘી મેળવવા માટે પાણી વલોવવા
લાગ્યો અને જટાયુનો જીવ તેલ મેળવવા માટે રેતીને ઘાણીમાં પીલવા લાગ્યો. આ
દ્રષ્ટાંતોથી પણ રામને પ્રતિબોધ ન થયો. બીજાં પણ અનેક કાર્યો આ પ્રમાણે દેવોએ કર્યાં
ત્યારે રામે કહ્યું કે તમે સાવ મૂઢ છો, સૂકા વૃક્ષને સીંચવાથી શું કામ? અને મરેલા
બળદથી હળ હાંકો છો તે શું છે? શિલા ઉપર બીજ વાવવાનો શો અર્થ? અને પાણી
વલોવવા તથા રેતી પીલવાનાં ઇત્યાદિ કામ કર્યાં તે શા માટે? ત્યારે તે બન્નેએ કહ્યું-તમે
ભાઈના મૃત શરીરને નકામા લઈને ફરો છો, તે બાબતમાં આપ શું કહો છો? આ વચન
સાંભળી લક્ષ્મણને છાતી સાથે મજબૂતપણે ચાંપીને પૃથ્વીપતિ રામે ક્રોધથી તેમને કહ્યું-હે
કુબુદ્ધિમાનો! મારો ભાઈ પુરુષોત્તમ છે, તેને માટે અમંગળના વચનો કેમ કહો છો? આવા
શબ્દો બોલવાથી તમને દોષ ઉપજશે. આ પ્રમાણે કૃતાંતવક્રના જીવ અને રામની વચ્ચે
વિવાદ થાય છે તે જ સમયે જટાયુનો જીવ મરેલા મનુષ્યનું કલેવર લાવી રામની પાસે
આવ્યો. તેને જોઈ રામ બોલ્યો-મડદાને ખભે ઊંચકીને શા માટે ફરો છો? ત્યારે તેણે
કહ્યું-તમે પ્રવીણ હોવા છતાં પ્રાણરહિત લક્ષ્મણના શરીરને