હર્ષ પામ્યો. પછી સર્વજ્ઞદેવે કહ્યું-હે પ્રતીન્દ્ર! તારા ચક્રવર્તીપદનો બીજો પુત્ર મેઘરથ કેટલાક
ઉત્તમ ભવ કરીને પુષ્કરદ્વીપમાં મહાવિદેહક્ષેત્રમાં શતપત્ર નામના નગરમાં પંચકલ્યાણકના
ધારક તીર્થંકરદેવ ચક્રવર્તીપદ ધરીને થશે. તે સંસારનો ત્યાગ કરી કેવળજ્ઞાન ઉપજાવીને
અનેકોને તારશે અને પોતે પરમધામ પધારશે. આ તને વાસુદેવના ભવ કહ્યા. હું હવે
સાત વર્ષમાં આયુષ્ય પૂર્ણ કરી લોકશિખરે જઈશ, જ્યાંથી ફરી આવવાનું નથી. જ્યાં
અનેક તીર્થંકરો ગયા અને જશે, જ્યાં અનંત કેવળી પહોંચ્યા, જ્યાં ઋષભાદિ ભરતાદિ
બિરાજે છે તે અવિનાશીપુર ત્રિલોકના શિખરે અનંત સિદ્ધો છે, ત્યાં હું રહીશ. આ વચન
સાંભળી પ્રતીન્દ્ર પદ્મનાભ શ્રી રામચંદ્ર સર્વજ્ઞ વીતરાગને વારંવાર નમસ્કાર કરવા લાગ્યો.
તેણે મધ્યલોકનાં સર્વ તીર્થોની વંદના કરી, ભગવાનનાં કૃત્રિમ અકૃત્રિમ ચૈત્યાલયો અને
નિર્વાણક્ષેત્રોની સર્વત્ર પૂજા કરી અને નંદીશ્વરદ્વીપમાં અંજનગિરિ, દધિમુખ રતિકર
ચૈત્યાલયોની મહાન વિધાનથી અષ્ટાહ્નિકાની પૂજા કરી. દેવાધિદેવ શ્રી અરિહંત સિદ્ધનું
ધ્યાન કર્યું. કેવળીનાં આ વચન સાંભળી એવો નિશ્ચય થયો કે હું કેવળી થઈ ગયો, અલ્પ
ભવ છે. ભાઈના સ્નેહથી ભોગભૂમિમાં જ્યાં ભામંડળનો જીવ છે ત્યાં તેને જોયો અને
તેને કલ્યાણનો ઉપદેશ કર્યો. પછી પોતાના સ્થાન સોળમા સ્વર્ગમાં ગયો, જ્યાં હજારો
દેવાંગનાઓ સાથે માનસિક ભોગ ભોગવવા લાગ્યો. શ્રી રામચંદ્રજી સત્તર હજાર વર્ષનું
આયુષ્ય, સોળ ધનુષ્યની ઊંચી કાયા ધરાવતા હતા તે કેટલાક જન્મનાં પાપોથી રહિત
થઈ સિદ્ધ થયા. તે પ્રભુ ભવ્ય જીવોનું કલ્યાણ કરો. તે જન્મ, જરા, મરણરૂપ મહારિપુને
જીતીને પરમાત્મા થયા. જેમનો મહિમા જિનશાસનમાં પ્રગટ છે તે જન્મ, જરા, મરણનો
વિચ્છેદ કરી અખંડ અવિનાશી પરમ અતીન્દ્રિય સુખ પામ્યા, સુર, અસુર મુનિવરોના
અધિપતિઓથી સેવવા યોગ્ય, નમસ્કાર કરવા યોગ્ય, દોષોના વિનાશક પચ્ચીસ વર્ષ તપ
કરી, મુનિવ્રત પાળી કેવળી થયા તે આયુષ્યપર્યંત કેવળી દશામાં ભવ્યોને ધર્મોપદેશ દઈ
ત્રણ લોકના શિખર પર જે સિદ્ધપદ છે ત્યાં સિધાવ્યા.
સંસારનાં કારણ રાગદ્વેષમોહાદિકથી રહિત છે, પરમ સમાધિનું કારણ છે, મહામનોહર છે,
જેમણે પોતાના પ્રતાપથી તરુણ સૂર્યના તેજને જીતી લીધું છે અને તેમના જેવી કાંતિ
શરદઋતુની પૂર્ણિમાના ચંદ્રમામાં નથી, સર્વ ઉપમારહિત અનુપમ વસ્તુ છે. આત્મસ્વરૂપમાં
આરૂઢ, જેમનું ચિત્ર શ્રેષ્ઠ છે એવા શ્રી રામ યતીશ્વરોના ઈશ્વર, દેવોના અધિપતિ
પ્રતીન્દ્રની માયાથી મોહિત ન થયા. જીવોના હિતુ, પરમઋદ્ધિથી યુક્ત, આઠમા બળદેવ,
અનંતવીર્યના ધારી, અતુલ મહિમામંડિત, નિર્વિકાર, અઢાર દોષરહિત, અઢાર હજાર
શીલના ભેદથી પૂર્ણ, અતિ ઉદાર, અતિ ગંભીર, જ્ઞાનદીપક, જેમનો પ્રકાશ ત્રણ લોકમાં
પ્રગટ છે, આઠ કર્મને બાળનાર ગુણોના સાગર ક્ષોભરહિત સુમેરુ જેવા અચળ, ધર્મના
મૂળ, કષાયરૂપ રિપુના નાશક, સમસ્ત વિકલ્પ રહિત, નિર્દ્વંદ્વ, જિનેન્દ્ર શાસનનું