તેમની તમે પૂજા કરો. જેમણે કર્મરૂપ મળ ધોઈ નાખ્યા છે, કેવળજ્ઞાન, કેવળદર્શનમય,
યોગીશ્વરોના નાથ, સર્વ દુઃખોને મટાડનાર, મન્મથને મથનાર તેમને પ્રણામ કરો. આ શ્રી
બળદેવનું ચરિત્ર મહામનોજ્ઞ છે તેને જે ભાવ ધરીને વાંચશે, સાંભળશે, શીખશે, શીખવશે,
શંકારહિત થઈને અત્યંત હર્ષપૂર્વક રામની કથાનો અભ્યાસ કરશે તેમના પુણ્યની વૃદ્ધિ થશે
અને વેરી હાથમાં ખડ્ગ લઈને મારવા આવ્યો હોય તે શાંત થઈ જશે. આ ગ્રંથના
શ્રવણથી ધર્મના અર્થી ઈષ્ટ ધર્મ પામે છે, યશના અર્થી યશ પામે છે, રાજ્યભ્રષ્ટ થયા
હોય તે રાજ્યકામનાવાળાને રાજ્ય મળે છે, એમાં સંદેહ નથી. ઈષ્ટસંયોગના અર્થી
ઈષ્ટસંયોગ મેળવે, ધનના ઈચ્છક ધન મેળવે, વિજયના ઈચ્છક વિજય મેળવે, સ્ત્રીના
ઈચ્છક સ્ત્રી પામે, લાભના અર્થી લાભ પામે, સુખના અર્થી સુખ પામે ને કોઈના પ્રિયજન
વિદેશ ગયા હોય અને તેના આવવા માટે આકુળતા સેવતા હોય તો તે સુખેથી ઘરે આવે.
મનમાં જે અભિલાષા હોય તે જ સિદ્ધ થાય, સર્વ વ્યાધિ શાંત થાય, ગ્રામના, નગરના,
વનના, જળના દેવ પ્રસન્ન થાય અને નવ ગ્રહોની બાધા ન થાય, ક્રૂર ગ્રહો શાંત થઈ
જાય. જે પાપ ચિંતવનમાંય ન આવે તે ક્ષય પામે અને સકળ અકલ્યાણ રામની કથાથી
ક્ષય પામે. જેટલા મનોરથો હોય છે તે બધાં રામકથાના પ્રસાદથી પ્રાપ્ત થાય,
વીતરાગભાવ દ્રઢ થાય તેનાથી હજારો ભવનાં ઉપર્જેલાં પાપોને પ્રાણી દૂર કરે, કષ્ટરૂપ
સમુદ્રને તરીને શીઘ્ર જ સિદ્ધપદ પ્રાપ્ત કરે. આ ગ્રંથ મહાપવિત્ર છે, જીવોને સમાધિ
ઉપજાવવાનું કારણ છે. જુદા જુદા જન્મમાં જીવે મહાકલેશના કારણ પાપ ઉપાર્જ્યાં હોય
તેમનો નાશ કરે છે અને અનેક પ્રકારનાં આખ્યાનોથી સહિત છે. જે મોટા પુરુષોની કથા
છે તે ભવ્યજીવરૂપી કમળોને પ્રફુલ્લિત કરે છે, સકળ લોકથી નમસ્કાર કરવા યોગ્ય છે.
શ્રી વર્ધમાન ભગવાને ગૌતમને અને ગૌતમે શ્રેણિકને કહ્યું તે જ પ્રમાણે કેવળી,
શ્રુતકેવળી કહેતા હતા. રામચંદ્રનું ચરિત્ર સાધુઓની વૃદ્ધિનું કારણ, સર્વોત્તમ, મહામંગળરૂપ
મુનિઓની પરિપાટીથી પ્રગટ થતું રહ્યું, જેમાં સુંદર વચનો છે, સમીચીન અને અતિ
અદ્ભુત, ઇન્દ્રગુરુ નામના મુનિ, તેમના શિષ્ય દિવાકરસેન, તેમના શિષ્ય લક્ષ્મણસેન
તેમના શિષ્ય રવિષેણ, તેમણે જિન-આજ્ઞાનુસાર કહ્યું છે. આ રામનું પુરાણ સમ્યગ્દર્શનની
સિદ્ધિનું કારણ, મહાકલ્યાણ કરનાર, નિર્મળ જ્ઞાન આપનાર, વિચક્ષણ જીવોએ નિરંતર
સાંભળવા યોગ્ય છે. અતુલ પરાક્રમી અદ્ભુત આચરણના ધારક, મહાસુકૃતિ,
દશરથનંદનનો મહિમા ક્યાં સુધી કહું? આ ગ્રંથમાં બળભદ્ર નારાયણ અને પ્રતિનારાયણનું
વિસ્તારરૂપ ચરિત્ર છે. જે આમાં બુદ્ધિ જોડશે તે અકલ્યાણરૂપ પાપોનો ત્યાગ કરી શિવ
એટલે કે મુક્તિને પોતાની કરશે. જીવ વિષયની વાંછાથી અકલ્યાણ પામે છે.
વિષયાભિલાષા કદી પણ શાંતિનું કારણ નથી. જુઓ, વિદ્યાધરોનો અધિપતિ રાવણ
પરસ્ત્રીની અભિલાષાથી કષ્ટ પામ્યો, કામના રાગથી હણાયો. આવા પુરુષોની જો આ દશા
હોય તો બીજાં પ્રાણીઓ વિષયવાસનાથી કેવી રીતે સુખ પામે? રાવણ હજારો સ્ત્રીઓથી
મંડિત સુખ ભોગવતો હતો તે તૃપ્ત