કહ્યું. શ્રી મહાવીર પછી બાસઠ વર્ષ સુધી કેવળજ્ઞાન રહ્યું અને કેવળી પછી સો વર્ષ સુધી
શ્રુતકેવળી રહ્યા. પાંચમા શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુ સ્વામીની પછી કાળના દોષથી જ્ઞાન
ઘટતું ગયું ત્યારે પુરાણનો વિસ્તાર ઘટતો ગયો. શ્રી ભગવાન મહાવીરને મુક્તિ પધાર્યા
પછી બારસો સાડા ત્રણ વર્ષ થયાં ત્યારે રવિષેણાચાર્યે અઢાર હજાર અનુષ્ટુપ શ્લોકોમાં
વ્યાખ્યાન કર્યું. આ રામનું ચરિત્ર સમ્યક્ત્વ-ચારિત્રનું કારણ કેવળી શ્રુતકેવળી પ્રણીત સદા
પૃથ્વી પર પ્રકાશ કરો. જિનશાસનના સેવક દેવો જિનભક્તિપરાયણ જિનધર્મી જીવોની
સેવા કરે છે. જે જિનમાર્ગના ભક્ત છે તેમની પાસે બધા સમ્યગ્દ્રષ્ટિ દેવો આવે છે,
નાનાવિધ સેવા કરે છે, અતિ આદરપૂર્વક સર્વ ઉપાયોથી આપદામાં સહાય કરે છે,
અનાદિકાળથી સમ્યગ્દ્રષ્ટિ દેવોની આવી જ રીત છે. જૈનશાસ્ત્ર અનાદિ છે, કોઈએ કર્યા
નથી, વ્યંજન, સ્વર બધું અનાદિસિદ્ધ છે, રવિષેણાચાર્ય કહે છે કે મે કાંઈ કર્યું નથી. શબ્દ,
અર્થ, અકૃત્રિમ છે, અલંકાર-શબ્દ-આગમ નિર્મળચિત્ત થઈને સારી રીતે જાણવા. આ
ગ્રંથમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બધું જ છે. અઢાર હજાર ત્રેવીસ શ્લોક પ્રમાણ
પદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથ છે, એના ઉપર આ ભાષા વચનિકા થઈ તે જયવંત વર્તો,
જિનધર્મની વૃદ્ધિ થાવ, રાજા-પ્રજા સુખી થાવ.
કરનાર એકસો ત્રેવીસમું પર્વ પૂર્ણ થયું.