આ રાજાએ પણ પોતાના વિદ્યાધરો સહિત નંદીશ્વરદ્વીપ જવાની ઈચ્છા કરી. વિવેક વિના
વિમાનમાં બેસીને તે રાણી સહિત આકાશના માર્ગે ચાલ્યા; પરંતુ માનુષોતર પર્વતથી
આગળ એમનું વિમાન ચાલી ન શક્યું, દેવો ચાલ્યા ગયા અને એ અટકી ગયા. ત્યારે
રાજાએ ખૂબ વિલાપ કર્યો, મનનો ઉત્સાહ ભાંગી ગયો, કાંતિ ઝાંખી પડી ગઈ અને
મનમાં વિચાર્યું કે અરે! ખેદની વાત છે કે અમે હીનશક્તિના ધારક વિદ્યાધર મનુષ્યો
અભિમાન રાખીએ છીએ. ધિક્કાર છે અમને! મારા મનમાં એમ હતું કે હું નંદીશ્વરદ્વીપમાં
ભગવાનનાં અકૃત્રિમ ચૈત્યાલયોના ભાવસહિત દર્શન કરીશ અને નાના પ્રકારનાં
મહામનોહર પુષ્પ, ધૂપ, ગંધ ઈત્યાદિ અષ્ટદ્રવ્યોથી પૂજા કરીશ, વારંવાર ધરતી પર મસ્તક
અડાડીને નમસ્કાર કરીશ ઈત્યાદિ મેં જે મનોરથ કર્યા હતા તે પૂર્વોપાર્જિત અશુભ કર્મથી
મને મંદ ભાગ્યવાળાને પ્રાપ્ત ન થયા. મેં પહેલાં અનેકવાર એ વાત સાંભળી હતી કે
માનુષોતર પર્વત ઓળંગીને મનુષ્ય આગળ જઈ શકતો નથી; તો પણ અત્યંત
ભક્તિરાગથી હું એ વાત ભૂલી ગયો. હવે હું એવું કાર્ય કરું કે અન્ય જન્મમાં નંદીશ્વરદ્વીપ
જવાની મને શક્તિ મળે આમ. નિશ્ચય કરીને વજ્રકંઠ નામના પુત્રને રાજ્ય આપી, સર્વ
પરિગ્રહનો ત્યાગ કરી રાજા શ્રીકંઠ મુનિ થયા. એક દિવસ વજ્રકંઠે પોતાના પિતાના
પૂર્વભવ જાણવાની ઈચ્છા કરી. વૃદ્ધ પુરુષો વજ્રકંઠને કહેવા લાગ્યા કે મુનિઓએ અમને
તેમના પૂર્વભવ વિષે આમ કહ્યું હતું. પૂર્વભવમાં બે વણિક ભાઈ હતા. તેમની વચ્ચે ઘણી
પ્રીતિ હતી. સ્ત્રીઓએ તેમને જુદા કર્યા. તેમાં નાનો ભાઈ ગરીબ અને મોટો ભાઈ
ધનવાન હતો. મોટો ભાઈ શેઠની સોબતથી શ્રાવક બન્યો અને નાનો ભાઈ દુર્વ્યસની
બની દુઃખમાં દિવસો પૂરા કરતો હતો. મોટો ભાઈએ નાના ભાઈની આ દશા જોઈને ઘણું
ધન આપ્યું અને ભાઈને ઉપદેશ આપી વ્રત લેવરાવ્યા. પોતે સ્ત્રીનો ત્યાગ કરી, મુનિ
થઈ, સમાધિમરણ કરી ઇન્દ્ર થયો. નાનો ભાઈ શાંત પરિણામી થઈ, શરીર છોડી દેવ થયો
અને દેવમાંથી ચ્યવી શ્રીકંઠ થયો. મોટા ભાઈનો જીવ ઇન્દ્ર થયો હતો તે નાના ભાઈ
પ્રત્યેના સ્નેહથી પોતાનું સ્વરૂપ બતાવતો નંદીશ્વરદ્વીપ ગયો. તે ઇન્દ્રને જોઈ રાજા શ્રીકંઠને
જાતિસ્મરણ થયું અને તે વૈરાગી થયા. પોતાના પિતાનું આ વ્યાખ્યાન સાંભળીને રાજા
વજ્રકંઠ પોતાના પુત્ર ઇન્દ્રાયુપ્રભને રાજ્ય આપી મુનિ થયા અને ઇન્દ્રાયુપ્રભ પણ ઇન્દ્રભૂત
નામના પુત્રને રાજ્ય આપી, મુનિ થયા. તેમને મેરુ, મેરુને મંદિર, તેને સમીરણગતિ, તેને
રવિપ્રભ, તેને અમરપ્રભ નામના પુત્ર થયા. તે લંકાના ધણીની પુત્રી ગુણવતીને પરણ્યો.
તે ગુણવતીએ રાજા અમરપ્રભના મહેલમાં અનેક જાતનાં ચિત્રો જોયાં ક્યાંક શુભ સરોવર
જોયાં, જેમાં કમળ ખીલી રહ્યાં હતાં અને ભમરા ગુંજારવ કરી રહ્યા હતા. ક્યાંક
નીલકમળ ખીલી રહ્યાં હતાં, હંસના યુગલો ક્રીડા કરી રહ્યાં હતાં, જેમની ચાંચમાં કમળના
તંતુઓ હતા. ક્રોંચ, સારસ ઈત્યાદિ અનેક પક્ષીઓના ચિત્રો જોયા અને તે પ્રસન્ન થઈ.
એક તરફ પાંચ પ્રકારનાં રત્નોના ચૂર્ણથી વાનરોનાં સ્વરૂપ જોયા, જે વિદ્યાધરોએ ચીતર્યાં
હતાં. તે રાણી વાનરોનાં ચિત્રો