Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 59 of 660
PDF/HTML Page 80 of 681

 

background image
પદ્મપુરાણ છઠ્ઠું પર્વ પ૯
જોઈને ભયભીત થઈને કાંપવા લાગી, રોમાંચ ખડાં થઈ ગયાં, પરસેવાના રેલાથી કપાળ
ઉપરનો ચાંદલો ભુંસાઈ ગયો અને આંખની કીકીઓ ફરવા લાગી. રાજા અમરપ્રભ આ
બનાવ જોઈને ઘરના નોકરો ઉપર ખૂબ ખિજાયો કે મારા વિવાહમાં આ ચિત્રો કોણે
બનાવરાવ્યાં કે જેને જોઈને મારી પ્યારી રાણી ડરી ગઈ. ત્યારે વૃદ્ધ પુરુષોએ અરજ કરી
કે મહારાજ! આમાં કોઈનો પણ અપરાધ નથી. આપે કહ્યું કે આ ચિત્રો બનાવનારે
આપણને વિપરીત ભાવ બતાવ્યા તો એવો કોણ છે કે આપની આજ્ઞા સિવાય કામ કરે?
બધાનાં જીવનનું મૂળ આપ છો, આપ પ્રસન્ન થઈને અમારી વિનંતી સાંભળો. અગાઉ
તમારા વંશમાં પ્રસિદ્ધ રાજા શ્રીકંઠ થયા હતા. તેમણે આ સ્વર્ગ સમાન નગર વસાવ્યું હતું
અને જાતજાતનાં કુતૂહલોના સ્થાનરૂપ આ દેશનું મૂળ કારણ તેઓ હતા. જેવી રીતે કર્મોનું
મૂળ કારણ રાગાદિક પ્રપંચ છે. વનના મધ્યમાં સુખેથી બેઠેલી કિન્નરી જેમના ગુણ ગાય
છે અને કિન્નરો ગુણ ગાય છે, ઈન્દ્ર સમાન જેમની શક્તિ હતી એવા તે રાજાએ પોતાની
સ્થિર પ્રકૃતિથી લક્ષ્મીની ચંચળતાથી ઊપજેલા અપયશને દૂર કર્યો. રાજા શ્રીકંઠ આ
વાંદરાઓને જોઈને આશ્ચર્ય પામ્યા, તેમની સાથે રમ્યા, તેમને મીઠાં મીઠાં ભોજન આપ્યાં
અને એમનાં ચિત્રો દોરાવ્યાં. પછી તેમને વંશમાં જે રાજાઓ થયા તેમણે માંગલિક
કાર્યોમાં આ ચિત્રો મૂક્યાં અને વાનરો પ્રત્યે ખૂબ પ્રેમભાવ રાખ્યો એટલે પૂર્વની રીત
પ્રમાણે જ અત્યારે આ ચિત્રો રાખ્યા છે. જ્યારે આમ કહેવામાં આવ્યું ત્યારે રાજાએ ક્રોધ
ત્યજી, પ્રસન્ન થઈ આજ્ઞા કરી કે અમારા વડીલોએ આ ચિત્રોને મંગલ કાર્યમાં મૂક્યા છે
તો હવે એને જમીન ઉપર ન રાખો કે જ્યાં મનુષ્યના પગ પડે છે. હું એને મુગટમાં
રાખીશ અને ધજાઓમાં એનાં ચિહ્ન કરાવો અને મહેલોનાં શિખર તથા છત્રોના શિખર
ઉપર એનાં ચિહ્ન કરાવો, અને મંત્રીઓને આ આજ્ઞા કરવામાં આવી. મંત્રીઓએ તે
પ્રમાણે કાર્ય કર્યું. રાજાએ ગુણવતી રાણી સાથે પરમ સુખ ભોગવતાં વિજ્યાર્ધની બન્ને
શ્રેણીઓને જીતવાની ઈચ્છા કરી. તે મહાન ચતુરંગ સેના લઈને વિજ્યાર્ધ ગયા. રાજાની
ધજાઓ અને મુગટો ઉપર વાનરોનાં ચિહ્ન હતાં. રાજાએ વિજ્યાર્ધ ઉપર ચડાઈ કરી બન્ને
શ્રેણીઓના રાજાઓને જીતીને વશ કર્યા. સંપૂર્ણપણે પોતાના આજ્ઞાવર્તી બનાવ્યા. કોઈનું
પણ ધન લીધું નહિ. જે મહાન પુરુષ છે તેમનો એ નિયમ છે કે તે રાજાઓને નમાવે,
પોતાની આજ્ઞા નીચે આણે, પણ કોઇનું ધન ન હરી લે. રાજા સર્વ વિદ્યાધરોને પોતાની
આજ્ઞા નીચે લાવી પછી કિહકૂપુર આવ્યા. વિજ્યાર્ધના મોટા રાજાઓ સાથે આવ્યા. તેમણે
સર્વ વિદ્યાધરોના અધિપતિ બની ઘણા દિવસો સુધી રાજ્ય કર્યુ. લક્ષ્મી ચંચળ હતી તેને
ન્યાય-નીતિની બેડી નાખીને સ્થિર કરી. તેમના પુત્ર કપિકેતુ થયા. તેમની શ્રીપ્રભા રાણી
ઘણા ગુણોવાળી હતી. તે રાજા કપિકેતુ પોતાના પુત્ર વિક્રમસંપન્નને રાજ્ય આપી વૈરાગી
થયા. તે વિક્રમસંપન્ન પોતાના પુત્ર પ્રતિબલને રાજ્ય આપી વૈરાગી થયા. આ
રાજ્યલક્ષ્મીને વિષની વેલી સમાન જાણો. મહાન પુરુષોને પૂર્વોપાર્જિત પુણ્યના પ્રભાવથી
આ લક્ષ્મી વિના પ્રયત્ને જ મળે છે, પરંતુ તેમને લક્ષ્મીમાં વિશેષ પ્રીતિ હોતી નથી. તેમને લક્ષ્મીનો