ભોગવી, પછી વૈરાગ્ય પામી પરમપદને પ્રાપ્ત થાય છે. મોક્ષનું અવિનાશી સુખ
ઉપકરણાદિ સામગ્રીને આધીન નથી, નિરંતર આત્માધીન છે. તે મહાસુખ અંતરહિત છે.
એવું સુખ કોણ ન ઈચ્છે? રાજા પ્રતિબલને ગગનાનંદ નામનો પુત્ર થયો, તેને ખેચરાનંદ
અને તેને ગિરિનંદ આ પ્રમાણે વાનરવંશીઓના વંશમાં અનેક રાજા થયા, જે રાજ્ય તજી,
વૈરાગ્ય પામી સ્વર્ગ અથવા મોક્ષ પામ્યા. આ વંશના સમસ્ત રાજાઓનાં નામ અને
પરાક્રમ કોણ કહી શકે? જેનું જેવું લક્ષણ હોય તે તેવું જ કહેવાય, સેવા કરે તે સેવક
કહેવાય, ધનુષ્ય ધારણ કરે તે ધનુર્ધર કહેવાય, પરની પીડા ટાળે તે શરણાગત પ્રતિપાલ
હોઈને ક્ષત્રિય કહેવાય, બ્રહ્મચર્ય પાળે તે બ્રાહ્મણ કહેવાય. જે રાજા રાજ્ય ત્યજી મુનિ
થાય તે મુનિ કહેવાય, શ્રમ એટલે તપ કરે તે શ્રમણ કહેવાય. આ વાત પ્રગટ જ છે કે
લાઠી રાખે તે લાઠીધારી કહેવાય. તેમ આ વિદ્યાધરો છત્ર અને ધજાઓ પર વાનરોનાં
ચિહ્ન રાખતા હતા તેથી વાનરવંશી કહેવાયા. ભગવાન શ્રી વાસુપૂજ્યના સમયમાં રાજા
અમરપ્રભ થયા તેમણે વાનરોનાં ચિહ્ન મુકુટ, છત્ર, ધજાઓ ઉપર બનાવ્યાં ત્યારથી તેમના
કુળમાં આ રીત ચાલતી આવી. આ પ્રમાણે સંક્ષેપમાં વાનરવંશીઓની ઉત્પત્તિની કથા કહી.
પતિનું મન પ્રસન્ન કર્યું હતું. રાજાને સેંકડો રાણીઓ હતી તેમાં આ રાણી શિરોભાગ્ય
હતી. તે મહાસૌભાગ્યવતી, રૂપવતી, જ્ઞાનવતી હતી. તે રાજાને મહાપરાક્રમી એકસો આઠ
પુત્ર થયા, તેમને રાજ્ય આપી રાજા મહાસુખ ભોગવતા હતા. મુનિ સુવ્રતનાથ
ભગવાનના સમયમાં વાનરવંશીઓમાં આ રાજા મહોદધિ થયા. લંકાના વિદ્યુતકેશ અને
આ મહોદધિ વચ્ચે પરમ પ્રીતિ થઈ. એ બન્ને સકળ જીવોના અત્યંત પ્યારા હતા અને
આપસમાં એકચિત્ત હતા. શરીર જુદાં હતાં તેથી શું થયું? તે વિદ્યુતકેશ મુનિ થયા એ
વૃત્તાંત સાંભળીને મહોદધિ પણ વૈરાગી થયા. આ કથા સાંભળીને રાજા શ્રેણિકે ગૌતમ
સ્વામીને પૂછયું કે હે સ્વામી! રાજા વિદ્યુતકેશ શા કારણથી વિરક્ત થયા? ત્યારે
ગૌતમસ્વામીએ ઉત્તર આપ્યો કે એક દિવસ વિદ્યુતકેશ પ્રમદ નામના ઉદ્યાનમાં ક્રીડા કરવા
ગયા હતા. તે ઉદ્યાનમાં ક્રીડાના નિવાસ અતિ સુંદર હતા. નિર્મળ જળથી ભરેલાં સરોવરો
હતાં, તેમાં કમળો ખીલી રહ્યાં હતાં અને સરોવરમાં નાવ ફરી રહી હતી. વનમાં ઠેકઠેકાણે
હીંચકા હતા. સુન્દર વૃક્ષો, સુન્દર વેલો અને ક્રીડા કરવાના સુવર્ણના પર્વતો હતા તેના
રત્નનાં પગથિયાં હતાં, મનોજ્ઞ વૃક્ષો ફળફૂલોથી મંડિત અને પલ્લવોથી ડોલતી લતા અતિ
શોભતી હતી. લતાઓ એ વૃક્ષોને વીંટળાઈ રહી હતી એવા વનમાં રાજા વિદ્યુતકેશ
રાણીઓ સાથે ક્રીડા કરતા હતા. રાણીઓ પણ મનને હરનારી, પુષ્પાદિ ચૂંટવામાં નિપુણ,
જેના પલ્લવ સમાન કોમળ સુગંધી હસ્ત અને મુખની સુગંધથી ભમરાઓ તેમની
આજુબાજુ ફરતા