હતા. ક્રીડા સમયે રાણી શ્રીચન્દ્રાના સ્તન એક વાનરે નખથી ખણ્યા એટલે રાણી
ખેદખિન્ન થઈ ગઈ. સ્તનમાંથી લોહી વહી નીકળ્યું. રાજાએ રાણીને આશ્વાસન આપી
અજ્ઞાનભાવથી વાનરને બાણથી વીંધી નાખ્યો. તે વાનર ઘાયલ થઈને એક ગગનચારણ
ઋદ્ધિવાળા મહામુનિની પાસે જઈને પડયો. તે દયાળુ મુનિરાજે વાનરને ધ્રુજતો જોઈને
દયાભાવથી પાંચ નમસ્કારમંત્ર સંભળાવ્યા. તે વાનર મરીને ઉદધિકુમાર જાતિનો
ભવનવાસી દેવ થયો. અહીં વનમાં વાનરના મરણ પછી રાજાના માણસો અન્ય વાનરોને
મારી રહ્યા હતા તે વિદ્યુતકુમારે અવધિજ્ઞાનથી જાણીને વાનરોને માર ખાતા જોઈને
માયમયી વાનરોની સેના બનાવી. એ વાનરો વિકરાળ દાઢવાળા, વિકરાળ મુખવાળા,
વિકરાળ ભ્રમરવાળા અને સિંદૂર જેવા લાલ મુખવાળા બનીને ભયંકર ગર્જના કરતા
આવ્યા. કેટલાકે હાથમાં પર્વત ઉપાડયા હતા, કેટલાકે મૂળમાંથી ઉખાડીને વૃક્ષો લીધાં હતાં,
કેટલાક હાથથી ધરતી ઉપર પ્રહાર કરતા, કેટલાક આકાશમાં ઊછળતા થકા, ક્રોધથી
જેમનાં અંગ રૌદ્ર બન્યાં હતાં. તેમણે આવીને રાજાને ઘેરી લીધો અને રાજાને કહેવા
લાગ્યા કે અરે, દુરાચારી, યાદ રાખ, તારું મોત આવ્યું છે, તું વાનરોને મારીને હવે કોને
શરણે જવાનો? ત્યારે વિદ્યુતકેશ ડરી ગયો અને જાણી લીધું કે આ વાનરોનું બળ નથી
પણ દેવની માયા છે. ત્યારે શરીરની આશા છોડીને, મહામિષ્ટ વાણીથી વિનતિ કરવા
લાગ્યો કે “મહારાજ! આજ્ઞા કરો, આપ કોણ છો? જેમનાં મહાદેદીપ્યમાન પ્રચંડ
બોલ્યાઃ “હે રાજા! વાનર પશુ જાતિ છે, તેમના સ્વભાવ જ અતિ ચંચળ છે, એમને તેં
સ્ત્રીના અપરાધથી હણ્યા છે. હું સાધુના પ્રસાદથી દેવ થયો છું, મારી વિભૂતિ તેં જોઈ
છે.” રાજા આ સાંભળીને ધ્રૂજવા લાગ્યો, તેના હૃદયમાં ભય ઉત્પન્ન થયો, ભયથી રૂંવાડાં
ખડાં થઈ ગયાં. ત્યારે મહોદધિકુમારે કહ્યુંઃ “તું ડર નહીં’. ત્યારે રાજાએ કહ્યું કે ‘આપ જે
આજ્ઞા કરો તે પ્રમાણે હું કરીશ.’ પછી દેવ એને ગુરુની પાસે લઈ ગયો. તે દેવ અને
રાજા એ બન્ને મુનિની પ્રદક્ષિણા દઈ, નમસ્કાર કરીને પાસે બેઠા. દેવે મુનિને કહ્યું કે ‘હું
વાનર હતો અને આપના પ્રસાદથી દેવ થયો છું.’ ત્યારે રાજા વિદ્યુતકેશે મુનિને પૂછયું કે
મારું શું કર્તવ્ય છે? મારું કલ્યાણ કેવી રીતે થાય? તે વખતે ચાર જ્ઞાનના ધારક તે
તપોધન મુનિએ કહ્યું કે અમારા ગુરુ પાસે જ છે તેમની સમીપે ચાલો. અનાદિકાળનો એ
જ નિયમ છે કે ગુરુઓની સમીપે જઈને ધર્મ સાંભળવો. આચાર્ય હોવા છતાં જે તેમની
પાસે ન જાય અને શિષ્ય જ ધર્મનો ઉપદેશ આપવા લાગે તો તે શિષ્ય નથી, કુમાર્ગી છે,
આચારભ્રષ્ટ છે. આમ તપોધને કહ્યું ત્યારે દેવ અને વિદ્યાધર મનમાં વિચારવા લાગ્યા કે
આવા મહાપુરુષ છે તે પણ ગુરુની આજ્ઞા વિના ઉપદેશ આપતા નથી. અહો! તપનું
માહાત્મ્ય અત્યંત મોટું છે. મુનિની આજ્ઞાથી તે દેવ અને વિદ્યાધર મુનિની સાથે તેમના
ગુરુ પાસે ગયા. ત્યાં જઈ ત્રણ પ્રદિક્ષણા કરી, ગુરુની બહુ પાસે પણ નહિ અને બહુ દૂર
પણ નહિ એવી રીતે બેઠાં. મહામુનિની મૂર્તિ જોઈ દેવ અને વિદ્યાધર આશ્ચર્ય પામ્યા.
મહામુનિની મૂર્તિ તપના સમૂહથી