અનુપમ છે, જેનો અંત નથી. શ્રાવકના વ્રતથી સ્વર્ગે જઇ ત્યાંથી ચ્યવી મનુષ્ય થઈ,
મુનિરાજનાં વ્રત ધારણ કરી પરમપદને પામે છે અને મિથ્યાદ્રષ્ટિ જીવ કદાચ તપ વડે
સ્વર્ગમાં જાય તો ત્યાંથી ચ્યવીને એકેન્દ્રિયાદિક યોનિમાં આવીને અનંત સંસાર ભ્રમણ કરે
છે. જૈન જ પરમ ધર્મ છે અને જૈન જ પરમ તપ છે, જૈન જ ઉત્કૃષ્ટ મત છે. જિનરાજનાં
વચન જ સાર છે. જિનશાસનના માર્ગથી જે જીવ મોક્ષ મેળવવાનો ઉદ્યમ કરે છે તેને જો
ભવ ધારણ કરવા પડે તો દેવ, વિદ્યાધર, રાજાના ભવ તો ઇચ્છા વિના સહજ જ પ્રાપ્ત
થાય છે, જેમ ખેતી કરનારાનો પ્રયત્ન ધાન્ય ઉત્પન્ન કરવાનો હોય છે, ઘાસ, કડબ,
પરાળ ઇત્યાદિ તો સહજ જ થાય છે, જેમ કોઈ પુરુષ નગરમાં જતો હોય તેને માર્ગમાં
વૃક્ષાદિકનો સાથ ખેદ દૂર કરે છે તેવી જ રીતે શિવપુરીમાં જવાનો ઉદ્યમ કરનાર
મુનિરાજને ઇન્દ્રાદિ પદ શુભોપયોગના કારણે મળે છે પણ મુનિનું મન તેમાં નથી,
શુદ્ધોપયોગના પ્રભાવથી સિદ્ધ થવાનો પ્રયત્ન તેમને છે. શ્રાવક અને જૈનોના ધર્મથી જે
વિપરીત માર્ગ છે તેને અધર્મ જાણવો. તેનાથી આ જીવ કુગતિમાં નાના પ્રકારનાં દુઃખ
ભોગવે છે. તિર્યંચ યોનિમાં મારણ, તાડન, છેદન, ભેદન, શીત, ઉષ્ણ, તરસ ઇત્યાદિ નાના
પ્રકારનાં દુઃખો ભોગવે છે અને સદા અંધકારથી ભરેલા નરકમાં અત્યંત ઉષ્ણ, શીત,
મહાવિકરાળ પવન, જ્યાં અગ્નિના કણ વરસે છે, જાતજાતના ભયંકર શબ્દ થાય છે, જ્યાં
નારકીઓને ઘાણીમાં પીલે છે, કરવતોથી ચીરે છે, જ્યાં ભયંકર શાલ્મલી વૃક્ષોનાં પાંદડાં
ચક્ર, ખડ્ગ, કુહાડા સમાન છે તેનાથી નારકીના શરીરના ખંડ ખંડ થઈ જાય છે, ત્યાં
તાંબુ, સીસું ઓગાળીને મદ્યપાન કરનાર પાપીઓને પીવરાવે છે અને માંસભક્ષીઓને તેનું
જ માંસ કાપી કાપીને તેના મુખમાં મૂકે છે અને લોઢાના તપેલા ગોળા સાણસીથી તેમનું
મોઢું પહોળું કરીને બળજોરીથી મોઢામાં મૂકે છે, પરસ્ત્રીઓનો સમાગમ કરનાર પાપીઓને
તપેલી લોઢાની પૂતળીઓ સાથે ભિડાવે છે. ત્યાં માયામયી સિંહ, વાઘ, શિયાળ ઇત્યાદિ
અનેક પ્રકારે બાધા કરે છે અને માયામયી દુષ્ટ પક્ષીઓ તીક્ષ્ણ ચાંચથી ઠોલે છે. નારકી
જીવો સાગરોના આયુષ્ય સુધી નાના પ્રકારના દુઃખ, ત્રાસ, માર ભોગવે છે. તે મારથી
મરતા નથી, આયુષ્ય પૂર્ણ થાય ત્યારે જ મરે છે, પરસ્પર અનેક બાધા કરે છે, ત્યાં
માયામયી માખીઓ અને માયામયી કૃમિ પોતાના સોય જેવા તીક્ષ્ણ મુખથી તેમને ચટકા
ભરે છે. આ બધા માયામયી હોય છે, બીજાં પશુ, પક્ષી કે વિકલત્રય ત્યાં હોતાં નથી,
નારકી જીવ જ છે તથા પાંચ પ્રકારના સ્થાવર સર્વત્ર છે. મહામુનિ દેવ અને વિદ્યાધરને
કહે છે કે નરકમાં જે દુઃખ જીવ ભોગવે છે તેનું કથન કરવા કોણ સમર્થ છે? તમે બન્ને
કુગતિમાં ઘણું ભમ્યા છો. મુનિનાં આવાં વચન સાંભળી એ બન્નેએ પોતાના પૂર્વભવ
પૂછયા. ત્યારે સંયમ જ જેમની શોભા છે એવા મુનિરાજે કહ્યું કે તમે ધ્યાન દઇને
સાંભળો. આ દુઃખમય સંસારમાં તમે મોહથી ઉત્પન્ન થઇ, પરસ્પર દ્વેષ ધારણ કરીને
આપસમાં મરણ, મારણ કરતા અનેક કુયોનિઓમાં ભમ્યા છો. કર્મયોગથી મનુષ્યભવ
મળ્યો તેમાં એક તો કાશી