નામનો મંત્રી થયો. તે ગૃહત્યાગ કરીને મુનિ થયા, મહાતપ સહિત પૃથ્વી ઉપર વિહાર
કરતા. એક દિવસ તે કાશીમાં જીવજંતુરહિત વનના પવિત્ર સ્થાનમાં બિરાજ્યા હતા,
અનેક શ્રાવક-શ્રાવિકાઓ તેમના દર્શન કરવા આવ્યાં હતાં, ત્યાં તે પાપી પારધીએ મુનિને
જોઈને તીક્ષ્ણ વચનરૂપ શસ્ત્રથી મુનિને વીંધવાનું શરૂ કર્યું. તેણે વિચાર કર્યો કે આ
નિર્લજ્જ, માર્ગભ્રષ્ટ, સ્નાનરહિત, મલિન, શિકારમાં પ્રવર્તતા એવા અને મહા અમંગળરૂપ
થયો છે. આવાં વચનો પારધીએ કહ્યાં ત્યારે મુનિને ધ્યાનનું વિઘ્ન કરનાર સંકલેશભાવ
ઊપજ્યો. તેમણે મનમાં વિચાર્યું કે હું મુનિ થયેલ છું, મારે કલેશરૂપ ભાવ કરવા જેવા
નથી. ક્રોધ તો એવો થાય છે કે એક મુષ્ટિપ્રહારથી આ પાપી પારધીના ચૂરેચૂરા કરી
નાખું. હવે તપશ્ચરણના પ્રભાવથી તે મુનિને આઠમા સ્વર્ગમાં જવા યોગ્ય જે પુણ્ય બંધાયું
હતું તે ક્રોધના કારણે ક્ષીણ થઈને, મરીને તે જ્યોતિષી દેવ થયા. ત્યાંથી ચ્યવીને તું
વિદ્યુતકેશ વિદ્યાધર થયો અને તે પારધી સંસારમાં ખૂબ ભ્રમણ કરીને લંકાના પ્રમદ
નામના ઉદ્યાનમાં વાનર થયો અને તેં એને સ્ત્રીના કારણે બાણથી માર્યો તે ઘણું અયોગ્ય
કાર્ય કર્યું છે. પશુઓનો અપરાધ રાજાએ ગણવો યોગ્ય નથી. તે વાનર નવકાર મંત્રના
પ્રભાવથી ઉદધિકુમાર દેવ થયો છે. આમ જાણીને હે વિદ્યાધરો! તમે વેરનો ત્યાગ કરો,
કારણ કે આ સંસારવનમાં તમારું ભ્રમણ થઈ રહ્યું છે. જો તમે સિદ્ધોનું સુખ ચાહતા હો
તો રાગદ્વેષ ન કરો. સિદ્ધોના સુખનું વર્ણન મનુષ્ય કે દેવથી થઈ શકતું નથી. તેમને
અનંત અપાર સુખ હોય છે. જો તમને મોક્ષની અભિલાષા હોય અને તમે સદાચારયુક્ત
હો તો શ્રી મુનિ સુવ્રતનાથ તીર્થંકરનું શરણ લ્યો. પરમભક્તિ સહિત ઇન્દ્રાદિક દેવ પણ
તેમને નમસ્કાર કરે છે. ઇન્દ્ર, અહમીન્દ્ર, લોકપાલ સર્વ તેમના દાસાનુદાસ છે. તે
ત્રિલોકીનાથ છે, તેમનું શરણ લઈ તમે પરમકલ્યાણ પામશો. તે ભગવાન ‘ઇશ્વર’ એટલે
સમર્થ છે, સર્વ અર્થથી પૂર્ણ છે, કૃતકૃત્ય છે. આ મુનિનાં વચનરૂપ કિરણોથી વિદ્યુતકેશ
વિદ્યાધરનું મન કમળ પેઠે ખીલી ઊઠયું. તે સુકેશ નામના પોતાના પુત્રને રાજ્ય આપીને
મુનિના શિષ્ય થયા. તે મહાધીર સમ્યક્ દર્શનજ્ઞાનચારિત્રનું આરાધન કરી ઉત્તમ દેવ થયા.
કિંહકુપુરના સ્વામી રાજા મહોદધિ વિદ્યાધર, વાનરવંશીઓના અધિપતિ ચન્દ્રકાન્તમણિના
મહેલમાં બિરાજતા હતા, અમૃતરૂપ સુન્દર ચર્ચાથી ઇન્દ્ર સમાન સુખ ભોગવતા હતા. ત્યાં
એક વિદ્યાધર શ્વેત વસ્ત્ર પહેરીને ત્યાં આવ્યો અને નમસ્કાર કરીને કહેવા લાગ્યો કે હે
પ્રભો! રાજા વિદ્યુતકેશ મુનિ થઈ સ્વર્ગે સિધાવ્યા. આ સમાચાર સાંભળીને રાજા મહોદધિ
પણ ભોગભાવથી વિરક્ત થઈ જિનદીક્ષાની ઇચ્છા કરી બોલ્યા કે હું પણ તપોવનમાં
જઈશ. આ વચન સાંભળી રાજાના માણસો મહેલમાં વિલાપ કરવા લાગ્યા. વિલાપથી
મહેલ ગૂંજી ઊઠયો. યુવરાજે આવી રાજાને વિનંતી કરી કે, રાજા વિદ્યુતકેશ અને આપણો
એક વ્યવહાર છે. રાજાએ બાળક પુત્ર સુકેશને રાજ્ય આપ્યું છે તે આપના ભરોસે આપ્યું
છે માટે સુકેશના રાજ્યની દ્રઢતા આપે રાખવી જોઈએ. જેવો આપનો પુત્ર એવો જ
તેમનો. માટે થોડા દિવસ આપ વૈરાગ્ય