સંયુક્ત થઈ પ્રકાશ આપે છે તેમ આના સંગમથી આહ્લાદને પ્રાપ્ત થા. આનામાં પણ એનું
મન પ્રીતિ ન પામ્યું. જેમ ચન્દ્રમા નેત્રોને આનંદકારી છે તો પણ કમળની એના પ્રત્યે
પ્રસન્નતા થતી નથી. પછી ધાવ બોલી, ‘હે કન્યે! મન્દરકુંજ નગરના સ્વામી રાજા
મેરુકાન્ત અને રાણી શ્રીરંભાનો પુત્ર પુરંદર પૃથ્વી ઉપર ઇન્દ્ર જ જન્મ્યો છે. તેનો અવાજ
મેઘ સમાન છે અને યુદ્ધમાં શત્રુઓ એની દ્રષ્ટિ પણ સહી શકતા નથી તો એના બાણના
ઘા કોણ સહન કરી શકે? દેવ પણ એની સાથે યુદ્ધ કરવાને સમર્થ નથી તો મનુષ્યોની શી
વાત કરવી? એનું શિર અતિ ઉન્નત છે તેથી તું પગ ઉપર માળા મૂક. આમ કહ્યું તો પણ
એના મનમાં ન આવ્યું, કેમ કે ચિત્તની પ્રવૃત્તિ વિચિત્ર હોય છે. પછી ધાવે કહ્યું, હે પુત્રી!
નાકાર્ધ નામના નગરના રક્ષક રાજા મનોજવ અને રાણી વેગિનીનો પુત્ર મહાબલ સભામાં
સરોવરમાં કમળ ખીલે તેમ ખીલી રહ્યો છે, એના ગુણ ઘણા છે, એ એવો બળવાન છે કે
જો તે પોતાની ભ્રમર વક્ર કરે છે ત્યાં જ પૃથ્વીમંડળ તેને વશ થઈ જાય છે, તે
વિદ્યાબળથી આકાશમાં નગર વસાવે છે અને સર્વ ગ્રહનક્ષત્રાદિને પૃથ્વી ઉપર દેખાડે છે. તે
ચાહે તો એક નવો લોક વસાવી શકે છે, ઇચ્છા કરે તો સૂર્યને ચન્દ્રમા સમાન શીતળ કરે
છે, પર્વતના ચૂરા કરી શકે છે, પવનને રોકી લે છે, જળની જગાએ સ્થળ કરી દે, સ્થળમાં
જળ કરે, ઇત્યાદિ તેના વિદ્યાબળનું વર્ણન કર્યું તો પણ આનું મન તેના પ્રત્યે અનુરાગી ન
થયું. ત્યારપછી ધાવે બીજા પણ અનેક વિદ્યાધરો બતાવ્યા, તેમને કન્યાએ લક્ષમાં લીધા
નહિ અને તેમને ઓળંગીને આગળ ચાલી. જેમ ચન્દ્રના કિરણો પર્વતને ઓળંગી જાય તે
પર્વત શ્યામ થઈ જાય તેમ જે વિદ્યાધરોને ઓળંગીને આ આગળ ચાલી, તેમનાં મુખ
શ્યામ થઈ ગયાં. બધા વિદ્યાધરોને ઉલ્લંધીને આની દ્રષ્ટિ કિહકંધકુમાર તરફ ગઈ અને
તેના કંઠમાં વરમાળા આરોપી ત્યારે વિજયસિંહ વિદ્યાધરની ક્રોધભરેલી નજર કિહકંધ અને
અંધ્રક એ બેય ભાઈઓ ઉપર પડી. વિદ્યાબળથી ગર્વિત વિજયસિંહે કિહકંધ અને અંધ્રકને
કહ્યું કે આ વિદ્યાધરોના સમાજમાં તમે વાનરો શા માટે આવ્યા? તમારું દર્શન કુરૂપ છે,
તમે ક્ષુદ્ર છો, વિનયરહિત છો, આ જગાએ ફળોથી નમી ગયેલાં વૃક્ષોવાળું કોઈ સુંદર વન
નથી તેમ જ પર્વતોની સુંદર ગુફા કે ઝરણાવાળી રચના નથી, જ્યાં વાનરો ક્રીડા કરતા
હોય. હે લાલ મુખવાળા વાનરો! તમને અહીં કોણે બોલાવ્યા છે? જે નીચ દૂત તમને
બોલાવવા આવ્યો હશે, તેને પદભ્રષ્ટ કરીશ, મારા નોકરોને કહીશ કે આમને અહીંથી કાઢી
મૂકો. એ નકામા જ વિદ્યાધર કહેવરાવે છે.
સેનાના સમસ્ત સૈનિકો પણ પોતાના સ્વામીની નિંદા સાંભળીને અન્યંત કુપિત થયા.
કેટલાક સામંતો પોતાના જમણા હાથ પર ડાબી ભુજાનો સ્પર્શ કરી અવાજ કરવા લાગ્યા,
કેટલાકનાં નેત્રો ક્રોધના આવેશથી લાલ થઈ ગયાં જાણે કે પ્રલયકાળના ઉલ્કાપાત જ ન
હોય! કેટલાકે પૃથ્વીમાં દ્રઢમૂળ