દાન આપ્યું એવો વિચાર ન કર્યો કે આ દેવું અને આ ન દેવું, બધું જ આપ્યું. હાથીઓ
ગર્જના કરતાં ઊંચી સૂંઢ કરીને નૃત્ય કરવા લાગ્યા. રાજા સહસ્ત્રારે પુત્રનું નામ ઇન્દ્ર
પાડયું. જે દિવસે ઇન્દ્રનો જન્મ થયો તે દિવસે સર્વ શત્રુઓનાં ઘરમાં અનેક ઉત્પાત થયા,
અપશુકન થયા અને ભાઈઓ તથા મિત્રોનાં ઘરમાં મહાકલ્યાણ કરનાર શુભ શુકન થયાં.
ઇન્દ્રકુંવરની બાલક્રિડા તરુણ પુરુષોની શક્તિને જીતનારી, સુંદર કર્મ કરનારી, વેરીઓનો
ગર્વ છેદનારી હતી. અનુક્રમે કુંવર યુવાન બન્યા. કેવા છે કુંવર? જેણે પોતાના તેજથી
સૂર્યના તેજને જીતી લીધું હતું, પોતાની કાંતિથી ચંદ્રને જીતી લીધો હતો, સ્થિરતાથી
પર્વતને જીતી લીધો હતો, જેની છાતી પહોળી હતી, સ્કંધ દિગ્ગજના કુંભસ્થળ સમાન
હતા, ભુજા અતિ દ્રઢ અને સુંદર હતી, જેની બન્ને જાંધ દશે દિશાને દાબે તેવી હતી.
વિજ્યાર્ધ પર્વત ઉપરના સર્વ વિદ્યાધરો તેના સેવક હતા, સર્વ તેની આજ્ઞાનુસાર વર્તતા.
આ મહાવિદ્યાધરે પોતાને ત્યાં સર્વ રચના ઇન્દ્ર જેવી કરી. પોતાનો મહેલ ઇન્દ્રના મહેલ
જેવો બનાવ્યો, અડતાળીસ હજાર લગ્ન કર્યાં, પટરાણીનું નામ શચી રાખ્યું. તેને ત્યાં
છવીસ હજાર નટો નૃત્ય કરતા, સદા ઇન્દ્ર જેવો ઠાઠમાઠ રહેતો. ઇન્દ્ર જેવા અનેક
હાથીઘોડા અને ચન્દ્રમા સમાન ઉજ્જવળ, ઊંચા આકાશના આંગણમાં ગમન કરનાર,
કોઈથી રોકી ન શકાય તેવો મહાબળવાન આઠ દાંતોથી શોભતો ગજરાજ, જેની અત્યંત
સુંદર ગોળ સૂંઢ દશે દિશામાં વ્યાપતી હોય તેવો જ હાથી, તેનું નામ ઐરાવત રાખ્યું.
ચતુરનિકાયના દેવ સ્થાપ્યા અને પરમ શક્તિયુક્ત ચાર લોકપાલ સ્થાપ્યા. તેમના નામ
સોમ, વરૂણ, કુબેર અને યમ. તેની સભાનાં ત્રણ નામ સુધર્મા, વજ્ર અને આયુધ હતા.
ત્રણ સભા અને ઉર્વશી, મેનકા રંભા ઇત્યાદિ હજારો નૃત્તિકાઓને અપ્સરાનું નામ આપ્યું.
સેનાપતિનું નામ હિરણ્યકેશી અને આઠ વસુ સ્થાપ્યા. પોતાના લોકોને સામાનિક,
ત્રાયસ્ત્રિંશતાદિ દશ પ્રકારની દેવસંજ્ઞા આપી. ગાયકોના નામ નારદ, તુમ્બુરુ, વિશ્ચાવસુ
આપ્યા. મંત્રીનું નામ બૃહસ્પતિ. એ પ્રમાણે સર્વ રીતિ ઇન્દ્ર સમાન સ્થાપી. આ રાજા ઇન્દ્ર
સમાન સર્વ વિદ્યાધરોનો સ્વામી પુણ્યના ઉદયથી ઇન્દ્રની સંપદાનો ધારક થયો. તે વખતે
લંકામાં રાજા માલી રાજ્ય કરતો હતો તે મહામાની જેમ પહેલા સર્વ વિદ્યાધરો ઉપર સત્તા
ચલાવતો હતો તેવી જ રીતે હવે પણ કરતો, ઇન્દ્રનો ભય રાખતો નહિ. વિજ્યાર્ધના સર્વ
ભાગ ઉપર પોતાની આજ્ઞા ચલાવતો, સર્વ વિદ્યાધર રાજાઓનાં રાજ્યમાં મહારત્ન, હાથી,
ઘોડા, મનોહર કન્યા, મનોહર વસ્ત્રાભરણ બન્ને શ્રેણીઓમાં જે સારરૂપ વસ્તુ હોય તે
મગાવી લેતો, ઠેકઠેકાણે તેના સંદેશવાહકો ફરતા રહેતા. પોતાના ભાઈઓના વર્ગથી
મહાગર્વિષ્ઠ બની પૃથ્વી ઉપર એકમાત્ર પોતાને જ બળવાન સમજતો.
રાક્ષસવંશી અને કિહકંધના પુત્રાદિ સમસ્ત વાનરવંશીઓને સાથે લઈ વિજ્યાર્ધ પર્વતના
વિદ્યાધરો ઉપર ચડાઈ