ૐ
શ્રી ભૂપાલકવિ પ્રણીત
જિનચતુÆવશતિકા
(शार्दूलविक्रीडित)
श्रोलीलायतनं महीकुलगृह कीर्तिप्रमोदास्पदं,
वाग्देवीरतिकेतनं जयरमाक्रीडानिधानं महत् ।
सः स्यात्सर्वमहोत्सवैकभवनं यः प्रार्थितार्थप्रदं,
प्रातः पश्यति कल्पपादपदलच्छायं जिनाड्धिद्वयम् ।।१।।
અર્થ : — મનોવાંછિત સિદ્ધિ આપનાર તથા કલ્પવૃક્ષના પત્ર સમાન
કાંતિ ધારણ કરનાર શ્રી જિનેન્દ્રદેવનાં બન્ને ચરણોના જે ભવ્યજીવ પ્રતિદિન
પ્રાતઃકાળે દર્શન કરે છે તે ભવ્ય જીવ, લક્ષ્મીનું ક્રીડાસ્થાન, પૃથ્વીનું
કુલભવન, યશ અને હર્ષનું સ્થાન, સરસ્વતીનું ક્રીડામંદિર, વિજયલક્ષ્મીનું
વિશાળ ક્રીડાસ્થાન, ઇન્દ્રાદિ દ્વારા પૂજ્ય અને સમસ્ત મહાન મહાન
ઉત્સવોનું સ્થાન બને છે. ૧.
(वसंततिलिका)
शान्तं वपुः श्रवणहारि वचश्चरित्रं
सर्वोपकारि तव देव ततः श्रुतज्ञाः ।
संसारमारवमहास्थलरुन्दसान्द्र –
च्छायामहीरुह भवन्तमुपाश्रयन्ते ।।२।।
અર્થ : — હે જિનેન્દ્રદેવ! આપનું શરીર શાન્ત છે, વચન કર્ણોને
પ્રિય છે અને આપનું ચારિત્ર સર્વ જીવોનું કલ્યાણ કરે છે તેથી હે
સંસારરૂપી અત્યંત મોટા મરુસ્થલ માટે વિશાળ સઘન છાયાવૃક્ષ! જ્ઞાનીજન
આપનો આશ્રય લે છે. ૨.