૯૪ ][ પંચસ્તોત્ર
(शार्दूलविक्रीडित)
स्वामिन्नद्य विनिर्गतोऽस्मि जननीगर्भान्धकूपोदरा –
दद्योद्घाटितदृष्टिरस्मि फलवज्जन्मास्मि चाद्य स्फु टम् ।
त्वामद्राक्षमहं यदक्षयपदानन्दाय लोकत्रयी –
नेत्रेन्दीवरकाननेन्दुममृतस्यन्द्रिप्रभाचन्द्रिकम् ।।३।।
અર્થ : — હે ત્રિલોકીનાથ! આપ ત્રણે લોકના જીવોના નેત્રરૂપી
કુમુદવનને વિકસિત કરવા માટે ચન્દ્ર સમાન છો અને આપની કાંતિરૂપી
ચાંદની અમૃત વરસાવે છે. મોક્ષપદના સુખની પ્રાપ્તિ માટે આવા આપના
દર્શન કરીને હું એમ માનું છું કે હું, માતાના ગર્ભરૂપી અંધારિયા કૂવામાંથી
આજે જ નીકળ્યો છું, આજે જ મારા નેત્રો ખૂલ્યાં છે અને આજે જ મારો
જન્મ સફળ થયો છે. ૩.
(शार्दूलविक्रीडित)
निःशेषत्रिद्रशेन्दशेखर शिखारत्नप्रदीपावली –
सान्द्रीभूतमृगेन्द्रविष्टरतटीमाणिक्यदीपावलिः ।
क्वेयं श्रीः क्व च निःस्पृहत्वमिदमित्यूहातिगस्त्वादृशः ।
सर्वज्ञानदृशश्चरित्रमहिमां लोकेश लोकोत्तरः ।।४।।
અર્થ : — હે ત્રિભુવનપતિ! સમસ્ત ઇન્દ્રોના મુગટના અગ્રભાગમાં
લાગેલા રત્નરૂપી દીપકોની પંક્તિથી સિંહાસનની કિનારીઓ પર લાગેલા
મણિમય દીપકોની પંક્તિ જેમાં સઘન થઈ ગઈ છે એવી આ સમવશરણરૂપ
વિભૂતિ ક્યાં અને આપની આ પરમ ઉદાસીનતા ક્યાં? તેથી હે
ત્રિભુવનનાથ! આપના જેવા સર્વજ્ઞાની, સર્વદર્શીઓના લોકમાં અતિશયતાને
પામેલ ચારિત્રનો મહિમા તર્કનો વિષય નથી. ૪.
(शार्दूलविक्रीडित)
राज्यं शासनकारिनाकपति यत्यक्तं तृणावज्ञया
हेलानिर्दलितत्रिलोकमहिमा यन्मोहमल्लो जितः ।