જિનચતુર્વિંશતિકા સ્તોત્ર ][ ૯૫
लोकालोकमपि स्वबोधमुकुरस्यान्तः कृतं यत्त्वया,
सैषाश्चर्यपरम्परा जिनवर क्वान्यत्र सम्भाव्यते ।।५।।
અર્થ : — હે જિનેશ્વર! જ્યાં ઇન્દ્ર આજ્ઞા માનતા હતા એવું રાજ્ય
આપે તૃણ સમાન તુચ્છ સમજીને છોડી દીધું, ત્રણલોકના જીવોનો મહિમા
ખંડિત કરનાર મોહમલ્લને આપે ક્ષણવારમાં જીતી લીધો અને પોતાના
જ્ઞાનરૂપી દર્પણમાં આપ સંપૂર્ણ લોકાલોકને જાણો, – દેખો છો આવી પ્રસિદ્ધ
આશ્ચર્યોની પરંપરા આપના સિવાય બીજા દેવોમાં ક્યાં સંભવી શકે છે?
અર્થાત્ ક્યાંય સંભવી શકતી નથી. ૫.
(शार्दूलविक्रीडित)
दानं ज्ञानधनाय दत्तमसकृत्पात्राय सद्वृत्तये
चीर्णान्युग्रतपांसि तेन सुचिरं पूजाश्च बह्वयः कृताः ।
शीलानां निचयः सहामलगुणैः सर्वः समासादितो
दृष्टस्त्वं जिन येन दृष्टिसुभगः श्रद्धापरेण क्षणम् ।।६।।
અર્થ : — હે જિનનાથ! જે શ્રદ્ધાળુ ભવ્યજીવ નેત્રોને આનંદ
આપનાર શ્રદ્ધાપૂર્વક એક ક્ષણવાર પણ આપના દર્શન કર્યા છે તેણે
આત્મજ્ઞાની અને સદાચારી પાત્રને અનેકવાર દાન આપ્યું છે, કઠોર તપોનું
આચરણ કર્યું છે, લાંબા સમય સુધી અનેક પૂજાઓ કરી છે અને નિર્મળ
ગુણો સહિત સર્વ શીલવ્રતોની પ્રાપ્તિ કરી લીધી છે. ૬.
(शार्दूलविक्रीडित)
प्रज्ञापारमितः स एव भगवान्पारं स एव श्रुत –
स्कन्धाब्धेर्गुणरत्नभूषण इति श्लाध्यः स एव ध्रुवं ।
नीयन्ते जिन येन कर्णहृदयालङ्कारतां त्वद्गुणाः
संसाराहिविषापहारमणयस्त्रैलोक्यचूडामणे ।।७।।
અર્થ : — હે ત્રિભુવન ચૂડામણિ! શ્રી જિનેન્દ્રદેવ! આપના ગુણ