૯૬ ][ પંચસ્તોત્ર
સંસારરૂપી સર્પનું ઝેર ઉતારવા માટે મણિસ્વરૂપ છે, જે ભવ્યજીવ તે ગુણોનું
કર્ણ અને હૃદયના આભૂષણ બનાવે છે અર્થાત્ ધારણ કરે છે તે જ બુદ્ધિનો
પાર પામ્યા છે, તે જ ગુણરૂપી રત્નોના આભૂષણોથી શોભે છે અને તે
જ જીવ નિશ્ચયથી પ્રશંસાને યોગ્ય છે. ૭.
(मालिनी)
जयति दिविजवृन्दान्दोलितैरिन्दुरोचि –
र्निचयरुचिमिरुच्चैश्चामरैर्वीज्यमानः ।
जिनपतिरनुरज्यन्मुक्ति साम्राज्यलक्ष्मी –
युवतिनवकटाक्षक्षेपलीलां दधानैः ।।८।।
અર્થ : — હે ભગવાન! ચન્દ્રના કિરણો સમાન નિર્મળ કાંતિ
ધારણ કરનાર તથા અનુરાગ કરનારી મોક્ષની સામ્રાજ્યલક્ષ્મી રૂપી
યુવતીઓની કટાક્ષલીલાની શોભા ધારણ કરનાર એવા ઉન્નત ચામર દેવો
દ્વારા જેમના ઉપર ઢોળવામાં આવે છે એવા શ્રી જિનેન્દ્રદેવ! આપ સદા
જયવંત હો. ૮.
(स्रग्धरा)
देवः श्वेतातपत्रत्रयचमरिरूहाशोकभाश्यक्रभाषा –
पुष्पौद्यासारसिंहासनसुरपटहैरष्टभिः प्रातिहार्यैः ।
साश्चर्यैर्भ्राजमानः सुरमनुजसभाम्भोजिनी भानुमाली
पायान्नः पादपीठीकृतसकलजगत्पालमौलिर्जिनेन्द्रः ।।९।।
અર્થ : — ત્રણ સફેદ છત્ર, ચામર, અશોકવૃક્ષ, ભામંડળ,
દિવ્યધ્વનિ, પુષ્પવૃષ્ટિ, સિંહાસન અને દેવદુંદુભિરૂપ આશ્ચર્યકારી આઠ
પ્રાતિહાર્યોથી શોભતા, દેવ અને મનુષ્યોની સભારૂપી કમલિનીને વિકસિત
કરવા માટે સૂર્યસમાન તથા સમસ્ત ઇન્દ્ર અને રાજાઓના મુગટોને પોતાના
ચરણોનું આસન બનાવનાર જિનેન્દ્રદેવ આપણા સૌની રક્ષા કરો. ૯.