જિનચતુર્વિંશતિકા સ્તોત્ર ][ ૯૭
नृत्यत्स्वर्दन्तिदन्ताम्बुरुहवननटन्नाकनारीनिकायः
सद्यस्त्रलोक्ययात्रोत्सवकरनिनदातोद्यन्निलिम्पः ।
हस्ताम्भोजातलीलाविनिहित सुमनोद्रमरम्यामरस्त्री –
काम्यः कल्याणपूजाविधिषु विजयते देव देवागमस्ते ।।१०।।
અર્થ : — હે શ્રી જિનેન્દ્રદેવ! આપના કલ્યાણ પૂજામહોત્સવમાં,
નૃત્ય કરતા ઐરાવત હાથીના દાંત ઉપર રહેલ કમલવનમાં નૃત્ય કરતી
દેવાંગનાઓના સમૂહથી શોભતા, તત્કાળ ત્રણે લોકમાં યાત્રાના ઉત્સવની
ધ્વનિ કરતા વાજિંત્રોથી હર્ષિત થયેલા દેવોથી સુશોભિત અને હસ્તકમળોમાં
લીલાપૂર્વક ધારણ કરેલી પુષ્પોની માળાઓથી મનોહર દેવાંગનાઓ દ્વારા
સુન્દર દેવોનું આગમન જયવંત વર્તો. ૧૦.
(शार्दूलविक्रीडित)
चक्षुष्मानहमेव देव भुवने नेत्रामृतस्यन्दिनं
त्वद्वक्त्रेन्दुमतिप्रसाद सुमगैस्तेजोभिरूद्भासितम् ।
तेनालोकयता मयाऽनतिचिराच्चक्षुः कृतार्थीकृतं
द्रष्टव्यावधिवीक्षणव्यतिकरव्याजृम्भमाणोत्सवम् ।।११।।
અર્થ : — હે જિનદેવ! નેત્રોમાંથી અમૃત વરસાવનાર તથા અત્યંત
પ્રસન્નતાથી સુન્દર તેજથી સુશોભિત આપના મુખચન્દ્રને જોતા મેં દેખવા
યોગ્ય પદાર્થોની સીમાસ્વરૂપ આપના મુખચન્દ્રના દર્શનથી પરમ આનંદને
પ્રાપ્ત મારા નેત્રો તત્કાળ કૃતાર્થ કર્યા છે તેથી વિશ્વમાં મારા જ નેત્રો
સફળ છે. ૧૧.
(वसंततिलका)
कन्तोः सकान्तमपि मल्लमवैति कश्चि –
न्मुग्धो सुकुन्दमरविन्दजमिन्दुमौलिम् ।
मीघीकृतत्रिदशयोषिदपाङ्गपात –
स्तस्य त्वमेव विजयी जिनराज ! मल्ल ।।१२।।