૯૮ ][ પંચસ્તોત્ર
અર્થ : — હે જિનરાજ! કોઈ અજ્ઞાની જીવ શ્રીકૃષ્ણ, બ્રહ્મા અને
મહાદેવને સ્ત્રી સહિત હોવા છતાં કામવિજેતા માને છે. પરંતુ દેવાંગનાઓના
કટાક્ષપાતને નિષ્ફળ કરનાર આપ જ એકમાત્ર વાસ્તવમાં તે કામદેવના
વિજેતા છો. ૧૨.
(मालिनी)
किसलयितमनल्पं त्वद्विलोकाभिलाषा –
त्कुसुमितमतिसान्द्रं त्वत्समीपप्रयाणात् ।
मन फलितममन्दं त्वन्मुखेन्दोरिदानीं
नयनपथमवाप्ताद देव ! पुण्यद्रुमेण ।।१३।।
અર્થ : — હે ભગવાન! મારું પુણ્યરૂપી વૃક્ષ આપના દર્શન કરવાની
ઇચ્છાથી બહુ જ ગાઢા પાંદડાઓથી વ્યાપ્ત, આપની પાસે પહોંચવાથી
સઘન ફૂલોથી વિકસિત થઈ ગયું અને અત્યારે આપના મુખચન્દ્રના સાક્ષાત્
દર્શન કરવાથી અતિશય ફળોથી વ્યાપ્ત થયું છે અર્થાત્ આપના દર્શન
અત્યન્ત પુણ્યનું કારણ છે. ૧૩.
(मालिनी)
त्रिभुवनवनपुष्प्यत्पुष्पकोदण्डदर्प –
प्रसरदवनवाम्भोमुक्तिर्सूक्तिप्रसूतिः ।
स जयति जिनराजव्रातजीमूतसङ्घः
शतमखशिखिनृत्यारम्भनिर्बन्धबन्धुः ।।१४।।
અર્થ : — હે પ્રભુ! ત્રણ લોકરૂપી વનમાં વધતા કામદેવ સંબંધી
અભિમાનના ફેલાવરૂપ દાવાનળને બુઝાવવા માટે આપનો સુંદર ઉપદેશ
નૂતન જલધારા સમાન છે અને ઇન્દ્રરૂપી મોરના નૃત્યને શરૂ કરવામાં આપ
સાક્ષાત્ અગ્રેસર બંધુ છો, એવા જિનેન્દ્ર સમૂહરૂપ વાદળાઓનો સમુદાય
જયવંત હો. ૧૪.