Panch Stotra (Gujarati).

< Previous Page   Next Page >


Page 99 of 105
PDF/HTML Page 107 of 113

 

background image
જિનચતુર્વિંશતિકા સ્તોત્ર ][ ૯૯
भूपालस्वर्गपालप्रमुखनरसुरश्रेणिनेत्रालिमाला
लीलाचैन्यस्य चैत्यालयमखिलजगत्कौमुदीन्दोर्जिनस्य
उत्तंसीभूतसेवाञ्जलिपुटनलिनीकुङ्मलास्त्रिः परीत्य
श्रीपादच्छाययापस्थितभवदवथुः संश्रितोऽस्मी व मुक्तिम्
।।१५।।
અર્થ :હે સ્વામી! આપ ચક્રવર્તી અને દેવેન્દ્ર જેમાં મુખ્ય છે
એવા મનુષ્ય અને દેવસમૂહના નેત્રરૂપી ભ્રમરોની ક્રીડા માટે ચૈત્યવૃક્ષ
સમાન છો. સમસ્ત સંસારરૂપી કૌમુદી માટે ચન્દ્ર સમાન છો એવા શ્રી
જિનેન્દ્રદેવના મંદિરની ત્રણ પ્રદક્ષિણા લઈને જ્યારે હું ભક્તિથી બન્ને હાથ
જોડું છું ત્યારે મને એમ લાગે છે કે આપના શ્રીચરણની છાયાદ્વારા
સંસારનો બધો તાપ દૂર થઈ ગયો છે અને મેં મુક્તિની જ પ્રાપ્તિ કરી
લીધી છે. ૧૫.
(वसंततिलिका)
देव त्वदङ्ध्रिनखमण्डलदर्पणेऽस्मि
न्नर्ध्ये निसर्गरुचिरे चिरदृष्टवक्त्रः
श्रीकीर्तिकान्ति घृतिसङ्गमकारणानि,
भव्यो न कानि लभते शुभमङ्गलानि ।।१६।।
અર્થ :હે જિનદેવ! પરમ પૂજ્ય તથા સ્વભાવથી જ મનોહર
આપના નખમંડલરૂપી દર્પણમાં જે ભવ્યજીવ લાંબા સમય સુધી આપનું
મુખ જુએ છે તે લક્ષ્મી, કીર્તિ, કાંતિ અને ધૈર્યની પ્રાપ્તિના કારણ
સ્વરૂપ કયા કયા શુભ મંગલો પામતો નથી? અર્થાત્ બધા મંગલ પ્રાપ્ત
કરે છે. ૧૬.
(मालिनी)
जयति सुरनरेन्द्रश्रीसुधानिर्झरिण्याः
कुलधरणिधरोऽयं जैनचैत्याभिरामः