Panch Stotra (Gujarati).

< Previous Page   Next Page >


Page 100 of 105
PDF/HTML Page 108 of 113

 

background image
૧૦૦ ][ પંચસ્તોત્ર
प्रविपुलफलधर्मानोकहाग्रप्रवाल
प्रसरशिखरशुम्मत्केतनः श्रीनिकेतः ।।१७।।
અર્થ :હે જિનેન્દ્ર ભગવાન! આપનું ચૈત્યાલય જયવંત હો. જે
દેવેન્દ્ર અને રાજાઓની લક્ષ્મીરૂપી અમૃતઝરણાંની ઉત્પત્તિ માટે
કુલાચલસ્વરૂપ છે, અત્યંત ગાઢ ફળવાળા ધર્મરૂપી વૃક્ષની ટોચ ઉપર રહેલા
પાંદડાઓના સમૂહની અણીની જેમ જેના ઉપર ધ્વજ શોભે છે અને જે
લક્ષ્મીનું ઘર છે. ૧૭.
(मालिनी)
विनमदमरकान्ताकुन्तलाक्रान्तकान्ति
स्फु रितनखमयूखद्योतिताशान्तरालः
दिविजमनुजराजव्रातपूज्यक्रमाब्जो
जयति विजितकर्माराजिजालो जिनेन्द्रः ।।१८।।
અર્થ :જેમને નમસ્કાર કરતી દેવાંગનાઓના કેશથી વ્યાપેલી
કાન્તિથી શોભતા ચરણોના નખોથી દીપ્તિથી દિશાઓના બધા ભાગ
પ્રકાશમાન છે, જેમના ચરણકમળ દેવેન્દ્ર અને નરેન્દ્રોના સમૂહથી પૂજવાને
યોગ્ય છે તથા જેમણે કર્મ (રાગ-દ્વેષાદિ ભાવ) રૂપી શત્રુઓને જીતી લીધા
છે એવા શ્રી જિનેન્દ્રદેવ જયવંત હો. ૧૮.
(वसंततिलिका)
सुप्तोत्थितेन सुमुखेन सुमङ्गलाय
दृष्टव्यमस्ति यदि मङ्गलमेव वस्तु
अन्येन किं तदिह नाथ तवैव वक्त्रं
त्रैलोक्यमङ्गलनिकेतनमीक्षणीयम् ।।१९।।
અર્થ :હે નાથ! સુઈને ઉઠેલા સુંદર મુખવાળા પુરુષે જો
સુમંગલની પ્રાપ્તિ માટે મંગલરૂપ વસ્તુ જ હોવી જોઈએ તો બીજાનું શું