Panch Stotra (Gujarati).

< Previous Page   Next Page >


Page 101 of 105
PDF/HTML Page 109 of 113

 

background image
જિનચતુર્વિંશતિકા સ્તોત્ર ][ ૧૦૧
કામ છે? આ લોકમાં કેવળ આપનું મુખ જ જોવું જોઈએ કેમ કે તે ત્રણ
ભુવનના મંગલોનું ઘર છે. ૧૯.
(शार्दूलविक्रीडित)
त्वं धर्मोदयतापसाश्रमशुकस्त्वं काव्यबन्धक्रम
क्रीडानन्दनकोकिलस्त्वमुचितः श्रीमल्लिकाषट्पदः
त्वं पुन्नागकथारविन्दसरसी हंसस्त्वमुत्तंसकैः
कैर्भूपाल न धार्यसे गुणमणिस्रिड्मालिभिर्मौलिभिः ।।२०।।
અર્થ :હે પૃથ્વીનાથ! આપ ધર્મના અભ્યુદયરૂપી તપોવનના
પોપટ છો, કાવ્યરચના નિર્માણના અનુક્રમરૂપ આપ જ છો અર્થાત્
કાવ્યરચનાની શોભા આપના ચારિત્રથી આપ જ વધારો છો, ક્રીડારૂપી
નંદનવનમાં આપ જ કોયલ સમાન છો, મોક્ષલક્ષ્મીરૂપ માલતીના આપ
ભ્રમર છો, ઉત્તમ પુરુષોની કથારૂપ કમલ સરોવરના આપ હંસ છો
અને જેમ પોતાની શોભા વધારનાર પુરુષ માળાઓથી શોભતા
મુગટ પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે તેવી જ રીતે પોતે
પોતાને ઉત્તમ બનાવનાર પુરુષો આપને પોતાના મસ્તક ઉપર ધારણ કરે
છે. ૨૦.
(मालिनी)
शिवसुखमजरश्रीसङ्गमं चाभिलष्य
स्वमभिनियमयन्ति क्लेशपाशेन केचित्
वयमिह तु वचस्ते भूपतेर्भावयन्त
स्तदुभयमपि शश्वल्लीलया निर्विशामः ।।२१।।
હે ભગવાન! કેટલાય મનુષ્યો મોક્ષસુખ અને દેવોની વિભૂતિની
પ્રાપ્તિ માટે પોતાની જાતને દુઃખરૂપી બંધનોથી અર્થાત્ જાતજાતની
કઠિન તપસ્યા અને વ્રત આદિના કઠોર નિયમોથી દુઃખી કરે છે છતાં
પણ તેમને પ્રાપ્ત કરી શકતા નથી પરંતુ અમે આ લોકમાં હમેશાં આપ