૧૦૨ ][ પંચસ્તોત્ર
ત્રિલોકીનાથના વચનોના રહસ્યની ભાવના કરતા અનાયાસે જ તે બન્નેની
પ્રાપ્તિ કરી લઈએ છીએ. ૨૧.
(शार्दूलविक्रीडित)
देवेन्द्रास्तव मज्जनानि विदधुर्देवाङ्गना मङ्गला
न्यापेठुः शरदिन्दुनिर्मलयशो गन्दर्वदेवा जगुः ।
शेषाश्चापि यथानियोगमखिलाः सेवां सुराश्चक्रिरे
तत्किं देव वयं विदध्म इति नश्चित्तं तु दोलायते ।।२२।।
અર્થ : — હે દેવ! ઇન્દ્રોએ આપનો અભિષેક કર્યો, દેવાંગનાઓએ
મંગલ ગીતો ગાયા. ગન્ધર્વ દેવોએ શરદૠતુના ચન્દ્ર જેવા નિર્મળ યશોગાન
કર્યા અને બાકીના બધા દેવોએ નિયોગ પ્રમાણે આપની સેવા કરી. હે
ભગવાન! હવે અમે આપની શી સેવા કરીએ? આ જાતના વિચારોમાં
અમારું હૃદય ડોલી રહ્યું છે. ૨૨.
(शार्दूलविक्रीडित)
देव त्वज्जननाभिषेकसमये रोमाञ्चसत्कंचुकै –
दैवेन्द्रैर्यदनर्ति नर्त्तनविधौ लब्धप्रभावैः स्फु टम् ।
किश्चान्यत्सुर सुरन्दरीकुचतटप्रान्तावनद्धोत्तम –
प्रेङ्खदल्लकिनाझंकृतमहो तत्केन संवर्ण्यते ।।२३।।
અર્થ : — હે દેવ! આપના જન્માભિષેક સમયે તાંડવ નૃત્યમાં
પ્રભાવિત થયેલા દેવેન્દ્રોએ રોમાંચરૂપી કચુકી વસ્ત્ર ધારણ કરીને જે ભવ્ય
નૃત્ય કર્યું હતું તથા દેવાંગનાઓના સ્તનપ્રદેશ પાસે અડેલી મધુર ધ્વનિ
કરનારી વીણાના શબ્દની જે ઝણઝણાટી થઈ હતી, અહો! તેનું વર્ણન કોણ
કરી શકે? અર્થાત્ કોઈ નહિ. ૨૩.
(शार्दूलविक्रीडित)
देव त्वत्प्रतिबिम्बमम्बुजदलस्मेरेक्षणं पश्यतां,
यत्रास्माकमहो महोत्सवरसो दृष्टेरियान् वर्तते ।