Panch Stotra (Gujarati).

< Previous Page   Next Page >


Page 103 of 105
PDF/HTML Page 111 of 113

 

background image
જિનચતુર્વિંશતિકા સ્તોત્ર ][ ૧૦૩
साक्षात्तत्र भवन्तमीक्षितवतां कल्याणकाले तदा
देवानामनिमेषलोचनतया वृत्तः सः किं वर्ण्यते ।।२४।।
અર્થ :હે ભગવાન! વિકસિત કમલપત્ર સમાન નેત્રવાળા
આપના પ્રતિબિંબના દર્શન કરીને અહો, અમારા નેત્રોને જ્યાં આટલો મોટો
આનંદ મળે છે તો પંચકલ્યાણકના સમયે પલકાર રહિત નેત્રોથી સાક્ષાત્
દર્શન કરનાર દેવોના મહાન આનંદનું શું વર્ણન કરી શકાય? અર્થાત્ કરી
શકાતું નથી. ૨૪.
(शार्दूलविक्रीडित)
दृष्टं धाम रसायनस्य महतां दृष्टं निधीनां पदं
दृष्टं सिद्धरसस्य सद्म सदनं दृष्टं च चिन्तामणेः
किं दृष्टेरथवानुषङ्गिकफलैरभिर्मयाद्य ध्रुवं
दृष्टं मुक्तिविवाहमङ्गलगृहं दृष्टे जिनश्रीगृहे ।।२५।।
અર્થ :હે પ્રભો! શ્રી જિનમંદિરમાં આપના દર્શન કરતા મેં
રસાયણોનું ઘર જોઈ લીધું, મહાન મહાન નિધિઓનું સ્થાન જોઈ લીધું,
સિદ્ધ કરેલા રસોની જગ્યાઓ જોઈ લીધી અને ચિન્તામણિનું ઘર જોઈ લીધું
અથવા આ બધાં તો આનુષંગિક (ગૌણ) ફળો છે, એમને જોવાથી શું
લાભ? મેં તો આજ નિશ્ચયથી મુક્તિરૂપી કન્યાના વિવાહમંગલનું સ્થાન જ
જોઈ લીધું છે. ૨૫.
(शार्दूलविक्रीडित)
दृष्टस्त्वं जिनराजचन्द्र ! विकसद्मूपेन्द्रनेत्रोत्पले
स्नातं त्वन्नुतिचन्द्रिकाभ्भसि भवद्विद्वच्चकोरोत्सवे
नीतश्वाद्य निदाधजः क्लमभरः शान्तिं मया गम्यते
देव ! त्वद्गतचेतसैव भवतो भूयात् पुनदर्शनम् ।।२६।।
અર્થ :હે જિનરાજચન્દ્ર! મેં આપના દર્શન કર્યા તથા ભૂપેન્દ્રોના