૧૦૪ ][ પંચસ્તોત્ર
નેત્રકમળોને વિકસાવનાર અને વિદ્વાનરૂપી ચકોર પક્ષીઓને આનંદ
આપનાર આપની સ્તુતિરૂપ જળમાં સ્નાન કર્યું તથા સંતાપજન્ય ખેદના
સમૂહની શાન્તિ કરી. હે જિનેન્દ્રદેવ! હું હવે જતાં જતાં આપમાં જ ચિત્તને
જોડતો થકો ભાવના કરું છું કે ફરીથી આપના દર્શન થાવ. ૨૬.
એ પ્રમાણે શ્રી ભૂપાલ કવિપ્રણીત જિનચતુર્વિંશતિની શ્રી પં.
શ્રેયાંસકુમારજી શાસ્ત્રીકૃત ભાષા ટીકાનો ગુજરાતી અનુવાદ સમાપ્ત.