પ્રકાશકીય
ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે; અને તે વિપરીતાભિનિવેષ રહિત
ભૂતાર્થસ્વભાવના ગ્રહણપૂર્વક તત્ત્વાર્થશ્રદ્ધાન થતાં થાય છે. સમ્યક્ત્વ થતાં
‘હું સિદ્ધ સમાન શુદ્ધ છું’ એવું દ્રઢ શ્રદ્ધાન થાય છે; તે સાથે, પોતાની
વર્તમાન દશા તો અપૂર્ણ – અશુદ્ધતામય છે, એવું જ્ઞાન હોવાથી, સમ્યગ્દ્રષ્ટિને
સહેજે સાચા દેવ – ગુરુ – ધર્મ પ્રત્યે ભક્તિની સહૃદય ભાવના હોય છે.
અવિરતિ ધર્માત્મા તો શું, મુનિરાજને પણ આવો ભાવ આવે છે. આમ
‘સમ્યગ્દર્શન’ અને સમકિતીના સહજ પરિણમન વિષે આ યુગમાં જે કાંઈ
સ્પષ્ટતા થયેલ દેખાય છે, તે સર્વ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના પુનિત
પ્રતાપે જ છે. વળી આજે પૂજ્ય ગુરુદેવ દ્વારા પ્રદર્શિત જે સ્વાનુભવપ્રધાન
અધ્યાત્મમાર્ગ વૃદ્ધિંગત સ્થિતિમાં છે તે તેમના પરમભક્ત સ્વાનુભવપરિણત
પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના મંગલપ્રતાપે છે.
વળી આવા જ્ઞાની ધર્માત્માઓનું આવું જીવન પ્રાચીન આચાર્યોની
રચનાઓ ઉપરથી પણ સ્પષ્ટ થાય છે. તે પૈકીના દિગ્ગજ – જૈનાચાર્ય શ્રી
માનતુંગાચાર્ય, શ્રી કુમુદચન્દ્રસ્વામી, શ્રી વાદિરાજસૂરિ આદિ જેવા મહાન
આચાર્ય મુનિભગવંત પણ આત્મિક રત્નત્રયરૂપ પ્રગાઢ શુદ્ધતામાં મહાલતા
હતા; તે સાથે ભક્તિનો ઉમળકો પણ તેમને એવો જ હતો, જાણે
ભગવાનની સ્તુતિ કરવાનું તેમને વ્યસન ન હોય! તેમાંથી જુદા જુદા
આચાર્ય, મુનિ અને કવિઓનાં પાંચ સ્તોત્રો
૧. શ્રી ભકતામરસ્તોત્ર, ૨.
શ્રી કલ્યાણમંદિરસ્તોત્ર, ૩. શ્રી કલ્યાણ કલ્પદ્રુમ અપરનામ
એકીભાવ સ્તોત્ર, ૪. વિષાપહારસ્તોત્ર, ૫. જિનચતુÆવશતિકાસ્તોત્રનો
ગુજરાતી અર્થ સહિત પ્રથમવાર જ ‘પંચસ્તોત્ર – સંગ્રહ’ના નામે ‘પૂજ્ય
કહાનગુરુ – જન્મશતાબ્દી’ વર્ષમાં (વિ.સં. ૨૦૪૫ – ૪૬) પ્રકાશિત કરતા
અતિ હર્ષ થાય છે.
આ પુસ્તકના અનુવાદમાં શ્રી ભક્તામરસ્તોત્ર માટે શ્રી દિગમ્બર
જૈન પુસ્તકાલય, સુરત છપાયેલ ભક્તામરસ્તોત્રનો; કલ્યાણમંદિરસ્તોત્ર,
[ ૩ ]