Panch Stotra (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 113

 

background image
વિષાપહારસ્તોત્ર અને જિનચતુર્વિંશતિકા માટે પાટની દિ. જૈન ગ્રંથમાલા,
મારોઠથી છપાયેલ ‘સ્તોત્રત્રયી’સાથનો અને એકીભાવસ્તોત્ર માટે ભારતીય
જ્ઞાનપીઠ પ્રકાશનથી પ્રકાશિત કલ્યાણકલ્પદ્રુમનો આધાર લેવામાં આવેલ છે
અને તે માટે સંસ્થા ઉક્ત ત્રણેય પ્રકાશકોની આભારી છે. વળી આ
પુસ્તકમાં ચાર સ્તોત્રના સંસ્કૃતનો પદ્યાનુવાદ પણ છાપવામાં આવેલ છે,
તે આ ટ્રસ્ટથી છપાયેલ જિનેન્દ્રસ્તવનમંજરી અને જિનેન્દ્રસ્તવનમાળામાં
છપાયેલ સ્તવનોના આધારે છે. તેમાં કલ્યાણમંદિરસ્તોત્રમાંની ૨૮મી કડીનો
ગુજરાતી પદ્યાનુવાદ ઉપલબ્ધ નહીં હોવાથી પંડિતરત્ન શ્રી હિંમતલાલ
જેઠાલાલ શાહે તે કડીનો પદ્યાનુવાદ આચાર્યશ્રીના હૃદયના ભાવોને સ્પર્શીને
કરી આપ્યો છે, તે બદલ ટ્રસ્ટ તેમનું ઘણું જ આભારી છે.
આ અનુવાદ બ્ર. વૃજલાલ ગીરધરલાલ શાહે તદ્દન નિસ્પૃહભાવે
માત્ર દેવગુરુધર્મની ભક્તિથી પ્રેરાઈને, કરી આપેલ છે, તે બદલ ટ્રસ્ટ
તેમનું આભારી છે.
શ્રી કહાન મુદ્રણાલયે આ પુસ્તકનું સુંદર મુદ્રણ કરી આપ્યું છે. તે
બદલ ટ્રસ્ટ તેમનું આભારી છે.
અંતમાં આ ‘પંચસ્તોત્ર’ના સ્વાધ્યાયથી સર્વ જીવો દેવગુરુધર્મના
મહિમામય આ સ્તોત્રોમાં દર્શાવેલ તત્ત્વસ્વરૂપને સમજી યથાર્થ શ્રદ્ધાને પામો
એવી ભાવના.
બહેનશ્રી ચંપાબેનની
૭૬મી જન્મજયંતી
શ્રા. વ. ૨, વિ.સં. ૨૦૪૫
તા. ૧૮-૮-૮૯
સાહિત્યપ્રકાશનસમિતિ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ-
[ ૪ ]