Panch Stotra (Gujarati). Gurudevshree Vachanamrut Bol No. 12, Benshreena Vachanamrut Bol No. 342:.

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 113

 

background image
ભક્તિ એટલે ભજવું. કોને ભજવું? પોતાના સ્વરૂપને
ભજવું. મારું સ્વરૂપ નિર્મળ અને નિર્વિકારીસિદ્ધ જેવુંછે
તેનું યથાર્થ ભાન કરીને તેને ભજવું તે જ નિશ્ચય ભક્તિ છે, ને
તે જ પરમાર્થ સ્તુતિ છે. નીચલી ભૂમિકામાં દેવ-શાસ્ત્ર-ગુરુની
ભક્તિનો ભાવ આવે તે વ્યવહાર છે, શુભ રાગ છે. કોઈ કહેશે
કે આ વાત અઘરી પડે છે. પણ ભાઈ! અનંતા ધર્માત્મા ક્ષણમાં
ભિન્ન તત્ત્વોનું ભાન કરી
, સ્વરૂપમાં ઠરીસ્વરૂપની નિશ્ચય
ભક્તિ કરીમોક્ષ ગયા છે, વર્તમાનમાં કેટલાક જાય છે અને
ભવિષ્યમાં અનંતા જીવો તેવી જ રીતે જશે.
ગુરુદેવશ્રીનાં વચનામૃત બોલ નં. ૧૨
અંતરમાં તું તારા આત્મા સાથે પ્રયોજન રાખ અને બહારમાં
દેવ-શાસ્ત્ર-ગુરુ સાથે; બસ, અન્ય સાથે તારે શું પ્રયોજન છે?
જે વ્યવહારે સાધનરૂપ કહેવાય છે, જેમનું આલંબન
સાધકને આવ્યા વિના રહેતું નથીએવાં દેવ-શાસ્ત્ર-ગુરુના
આલંબનરૂપ શુભ ભાવ તે પણ પરમાર્થે હેય છે, તો પછી અન્ય
પદાર્થો કે અશુભ ભાવોની તો વાત જ શી? તેમનાથી તારે શું
પ્રયોજન છે?
આત્માની મુખ્યતાપૂર્વક દેવ-શાસ્ત્ર-ગુરુનું આલંબન સાધકને
આવે છે. મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવે પણ કહ્યું છે કે ‘હે
જિનેંદ્ર! હું ગમે તે સ્થળે હોઉં પણ ફરીફરીને આપનાં
પાદપંકજની ભક્તિ હો
’!આવા ભાવ સાધકદશામાં આવે છે,
અને સાથે સાથે આત્માની મુખ્યતા તો સતત રહ્યા જ કરે છે.
બહેનશ્રીનાં વચનામૃત બોલ નં. ૩૪૨