ॐ
શ્રી ૠષભદેવાય નમઃ
શ્રી પંચસ્તોત્ર – સંગ્રહ
શ્રી માનતુંગાચાર્ય વિરચિત
ભક્તામર સ્તોત્ર
(શ્રી ૠષભદેવસ્તુતિ)
(વસંતતિલકા છંદ)
भक्तामरप्रणतमौलिमणिप्रभाणा –
मुद्योतकं दलितपापतमोवितानम् ।
सम्यक् प्रणम्य जिनपादयुगं युगादा –
बालम्बनं भवजले पततां जनानाम् ।।१।।
ભક્તામરો લચિત તાજમણિપ્રભાના,
ઉદ્યોતકાર, હર પાપતમો જથાના;
આધારરૂપ ભવસાગરના જનોને,
એવા યુગાદિ પ્રભુ પાદયુગે – નમીને. ૧.
यः संस्तुतः सकलवाङ्मयतत्त्वबोधा –
दुद्भूतबुद्धिपटुभिः सुरलोकनाथैः ।
स्तोत्रैर्जगत्त्रितयचित्तहरैरुदारैः
स्तोष्ये किलाहमपि तं प्रथमं जिनेन्द्रम् ।।२।। (युग्मं)
કીધી સ્તુતિ સકલશાસ્ત્રજતત્ત્વબોધે,
પામેલ બુદ્ધિપટુથી સુરલોકનાથે;
ત્રૈલોક ચિત્તહર ચારુ ઉદાર સ્તોત્રે,
હુંયે ખરે સ્તવીશ આદિ જિનેન્દ્રને તે. ૨.