પાપરૂપી અંધકારના સમૂહોનો નાશ કરનાર અને યુગાદિથી સંસારરૂપી
સમુદ્રમાં પડેલા માણસોના આશ્રયરૂપ એવા શ્રી આદિનાથ જિનેન્દ્રસ્વામીના
બન્ને ચરણને રૂડે પ્રકારે નમસ્કાર કરી હું પ્રથમ જિનેન્દ્ર શ્રી આદિનાથ
ભગવાનની સ્તુતિ કરું છું. ઇન્દ્રદેવે પણ તમામ શાસ્ત્રોનું તત્ત્વજ્ઞાન
જાણવાથી ઉત્પન્ન થયેલી નિપુણ બુદ્ધિ વડે ત્રણલોકનું ચિત્ત હરણ કરે એવા
ઉદાર સ્તોત્રથી પણ તેમની સ્તુતિ કરી છે, એવા જિનેન્દ્ર આદિનાથસ્વામીની
હું પણ સ્તુતિ કરીશ. ૧-૨.
બાળક સિવાય બીજું કોણ પાણીમાં પડેલા ચંદ્રમાંના પડછાયાને હાથોથી
પકડવાની ઇચ્છા કરી શકે છે? અર્થાત્ મારો આ પ્રયત્ન બાળકના જેવો
છે. ૩.
कस्ते क्षमः सुरगुरुप्रतिमोऽपि बुद्धया
को वा तरीतुमलमंबुनिधिं भुजाभ्याम्