ભક્તામરસ્તોત્ર ][ ૩
કે’વા ગુણો ગુણનિધિ! તુજ ચંદ્રકાંત,
છે બુદ્ધિથી સુરગુરુસમ કો સમર્થ?
જ્યાં ઉછળે મગરમચ્છ મહાન વાતે,
રે કોણ તે તરી શકે જ સમુદ્ર હાથે? ૪.
ભાવાર્થ : — હે ગુણસમુદ્ર! બ્રહસ્પતિ સમાન બુદ્ધિ ધારણ
કરવાવાળા પણ ચંદ્રમા જેવા આપના મનોહર ગુણોનું વર્ણન કરવા સમર્થ
નથી તો મારા જેવા અલ્પજ્ઞાનીની તો વાત જ શી કરવી? હે નાથ! જે
સમુદ્રમાં પ્રલયકાળના વાયુના કારણથી મગરમચ્છ આદિ ભયંકર જીવો
પ્રચંડતા ધારણ કરી રહ્યા છે, તેવા સમુદ્રને પોતાના બેઉ હાથો દ્વારા કોણ
તરી શકે? ૪.
सोऽहं तथापि तव भक्तिवशान्मुनीश !
कर्तुं स्तवं विगतशक्तिरपि प्रवृत्तः ।।
प्रीत्यात्मवीर्यमविचार्य मृगी मृगेंद्रम्
नाभ्येति किं निजशिशोः परिपालनार्थम् ।।५।।
તેવો તથાપિ તુજ ભક્તિ વડે મુનીશ!
શક્તિરહિત પણ હું સ્તુતિને કરીશ;
પ્રીતે વિચાર બળનો તજી સિંહ સામે,
ના થાય શું મૃગી શિશુ નિજ રક્ષવાને? ૫.
ભાવાર્થ : — હે મુનીશ! મારામા આપની સ્તુતિ કરવાની શક્તિ
નથી તોપણ હું આપની જે સ્તુતિ કરું છું એ કેવળ આપની ભક્તિને
વશ થઈને કરું છું. પોતાની શક્તિનો વિચાર કર્યા વગર હરણી શું
પોતાના બચ્ચાને સિંહથી બચાવવા તેની સામે થતી નથી? અર્થાત્ સામે
થાય છે. ૫.
अल्पश्रुतं श्रुतवतां परिहासधाम
त्त्वद्भक्तिरेव मुखरीकुरूते बलान्माम् ।।