૪ ][ પંચસ્તોત્ર
यत्कोकिलः किल मधौ मधुरं विरौति
तच्चाम्रचारूकलिकानिकरैकहेतुः ।।६।।
શાસ્ત્રજ્ઞ અજ્ઞ ગણીને હસતાં છતાંયે,
ભક્તિ તમારી જ મને બળથી વદાવે!
જે કોકિલા મધુર ચૈત્ર વિષે ઉચારે,
તે માત્ર આમ્રતરુમહોર તણા પ્રભાવે! ૬.
ભાવાર્થ : — પ્રભો! મારું શાસ્ત્રજ્ઞાન ઘણું થોડું છે તેથી વિદ્વાનો
સમક્ષ હું હાંસીને પાત્ર છું તોપણ આપની ભક્તિ જ મને આપની સ્તુતિ
કરવા બળાત્કારથી પ્રવર્તાવે છે. જેમ ચૈત્ર માસને વિષે આંબાના મહોરના
પ્રભાવથી કોયલ મધુર શબ્દો ઉચ્ચારે છે તે પ્રમાણે આપની ભક્તિ જ મને
આપની સ્તુતિ કરવાને પ્રેરે છે. ૬.
त्वत्संस्तवेन भवसन्ततिसन्निबद्धं
पापं क्षणात्क्षयमुपैति शरीरभाजाम् ।।
आक्रान्तलोकमलिनीलमशेषमाशु
सूर्यांशुभिन्नमिव शार्वरमन्धकारम् ।।७।।
બાંધેલ પાપ જનનાં ભવ સર્વ જેહ;
તારી સ્તુતિથી ક્ષણમાં ક્ષય થાય તેહ;
આ લોકવ્યાપ્ત નિશિનું ભમરા સમાન,
અંધારૂં સૂર્યકિરણોથી હણાય જેમ. ૭.
ભાવાર્થ : — નાથ! જેમ સૂર્યનાં કિરણોથી ત્રણ જગતમાં ફેલાયેલા
ભમરા સમાન કાળો અંધકાર નષ્ટ થઈ જાય છે, તેમ આપની સ્તુતિ
કરવાથી જન્મોજન્મમાં એકઠાં થયેલાં જીવોના પાપો ક્ષણભરમાં નષ્ટ થઈ
જાય છે. ૭.