ભક્તામરસ્તોત્ર ][ ૫
मत्वेति नाथ ! तव संस्तवनं मयेद –
मारभ्यते तनुधियाऽपि तव प्रभावात्
चेतो हरिष्यति सतां नलिनीदलेषु
मुक्ताफलद्युतिमुपैति ननूदबिन्दुः ।।८।।
માનીજ તેમ સ્તુતિ નાથ! તમારી આ મેં,
આરંભી અલ્પમતિથી પ્રભુના પ્રભાવે;
તે ચિત્ત સજ્જન હરે જ્યમ બિંદુ પામે –
મોતી તણી કમળપત્ર વિષે પ્રભાને. ૮.
ભાવાર્થ : — હે નાથ! એવું સમજીને પણ ઓછી બુદ્ધિવાળો હોવા
છતાં પણ હું જે આપની સ્તુતિ કરું છું એ પણ આપના પ્રભાવથી
સજ્જનોના ચિત્ત તો હરણ કરશે જ; જેમકે કમળના પાંદડાં પર પડેલું
પાણીનું ટીપું મોતી જેવું સુંદર દેખાઈને લોકોના ચિત્તને હરણ કરે છે. ૮.
आस्तां तव स्तवनमस्तसमस्तदोषं
त्वत्संकथापि जगतां दुरितानि हन्ति ।
दूरे सहस्रकिरणः कुरूते प्रभैव
पद्माकरेषु जलजानि विकाश भाञ्जि ।।९।।
દૂરે રહો રહિત દોષ સ્તુતિ તમારી,
ત્હારી કથા પણ અહો! જન – પાપહારી;
દૂર રહે રવિ તથાપિ તસ પ્રભાએ,
ખીલે સરોવર વિષે કમળો ઘણાંએ! ૯.
ભાવાર્થ : — પ્રભો! આપની નિર્દોષ સ્તુતિ તો ક્યાં રહી! આપની
પવિત્ર કથાથી પણ જીવોને સંસારનાં બધાં પાપો નષ્ટ થઈ જાય છે. એ
સાચી વાત છે કે સૂર્ય ઘણો દૂર હોવા છતાં તેનાં કિરણો સરોવરમાંનાં
કમળોને પ્રફુલ્લિત કરે છે. ૯.