૬ ][ પંચસ્તોત્ર
नात्यद्भूतं भुवनभूषण ! भूतनाथ !
भूतैर्गुणैर्भुवि भवन्तमभिष्टुवन्तः ।
तुल्या भवन्ति भवतो ननु तेन किं वा
भूत्याश्रितं य इह नात्मसमं करोति ।।१०।।
આશ્ચર્ય ના ભુવનભૂષણ! ભૂતનાથ!
રૂપે ગુણે તુજ સ્તુતિ કરનાર સાથ,
તે તુલ્ય થાય તુજની, ધનિકો શું પોતે,
પૈસે સમાન કરતા નથી આશ્રિતોને? ૧૦.
ભાવાર્થ : — હે સંસારના ભૂષણ! હે જીવોના સ્વામી! એ કાંઈ
આશ્ચર્યની વાત નથી કે આપના સત્યાર્થ ગુણોની સ્તુતિ કરવાવાળા પુરુષો
સંસારમાં આપના સમાન થાય; અથવા તે સ્વામીથી શું પ્રયોજન છે? કે
જે આ લોકમાં પોતાના આશ્રિતોને સમ્પત્તિ વડે પોતાના બરાબર કરતા
નથી. ૧૦.
दृष्ट्वा भवन्तमनिमेषविलोकनीयं
नान्यत्र तोषमुपयाति जनस्य चक्षुः ।
पीत्वा पयः शशिकरद्युतिदुग्धसिन्धोः
क्षारं जलं जलनिधेरसितुं क इच्छेत् ।।११।।
જો દર્શનીય પ્રભુ એક ટસેથી દેખે,
સંતોષથી નહિ બીજે જન - નેત્ર પેખે;
પી ચન્દ્રકાન્ત પય ક્ષીરસમુદ્ર કેરૂં,
પીશે પછી જળનિધિ જળ કોણ ખારૂં? ૧૧.
ભાવાર્થ : — હે નાથ! એક્કી નજરે જોઈ રહેવા યોગ્ય આપનું
સ્વરૂપ એકવાર જોયા પછી, માણસનાં નેત્ર બીજે કોઈ ઠેકાણે સંતોષ
પામતા નથી કેમકે ચંદ્રના કિરણ જેવું ઉજ્જ્વળ ક્ષીરસાગરનું દૂધ જેવું જળ
પીધા પછી સમુદ્રના ખારા પાણીને પીવાને કોણ ઇચ્છે? કોઈ જ નહીં. ૧૧.