ભક્તામરસ્તોત્ર ][ ૭
यैः शान्तरागरूचिभिः परमाणुभिस्त्वं
निर्मापितस्त्रिभुवनैकललामभूत !
तावन्त एव खलु तेऽप्यणवः पृथिव्यां
यत्ते समानमपरं नहि रुपमस्ति ।।१२।।
જે શાંતરાગ રુચિનાં પરમાણુ માત્ર,
તે તેટલાં જ ભુવિ આપ થયેલ ગાત્ર;
એ હેતુથી ત્રિભુવને શણગાર રૂપ,
ત્હારા સમાન નહિ અન્યતણું સ્વરૂપ. ૧૨.
ભાવાર્થ : — હે, ત્રિભુવનના એક ભૂષણ! જે રાગ રહિત
પરમાણુઓથી આપનું શરીર બન્યું છે, તે પરમાણુઓ સંસારમાં એટલા
જ છે. તેથી જ સંસારમાં આપના સમાન સુંદર બીજું કોઈનું રૂપ હોતું જ
નથી. ૧૨.
वक्त्रं क्व ते सुरनरोरगनेत्रहारि
निःशेषनिर्जितजगत्त्रितयोपमानम् ।
बिंबं कलङ्कमलिनं क्व निशाकरस्य
यद्वासरे भवति पाण्डुपलाशकल्पम् ।।१३।।
ત્રૈલોક સર્વ ઉપમાને જે જીતનારું,
ને નેત્ર, દેવ – નર – ઉરગ હારી તારું,
ક્યાં મુખ ક્યાં વળી કલંકિત ચંદ્રબિંબ,
જે દિવસે પીળચટું પડી જાય ખૂબ. ૧૩.
ભાવાર્થ : — હે ગુણસમુદ્ર! દુનિયાની સર્વે ઉપમાને જીતવાવાળા,
એવા સુંદર કે જેની ઉપમા દુનિયાના કોઈ પણ પદાર્થથી આપી શકાય નહીં;
વળી જેને દેવ, મનુષ્ય, ધરણેંદ્ર વગેરેની આંખોને પોતાની તરફ આકર્ષિત
કરવાવાળા પણ ઘણી ઉત્કંઠાથી જુએ છે એવું આપનું ત્રણ ભુવનમાં અતિ
સુંદર મુખ ક્યાં અને કલંકિત ચંદ્રમા ક્યાં? કે જે દિવસમાં ફિક્કો પડી