કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૭૩
ज्ञानसामान्यात्मा । स खल्वनादिज्ञानावरणकर्मावच्छन्नप्रदेशः सन्, यत्तदावरणक्षयोप-
शमादिन्द्रियानिन्द्रियावलम्बाच्च मूर्तामूर्तद्रव्यं विकलं विशेषेणावबुध्यते तदाभिनि-
बोधिकज्ञानम्, यत्तदावरणक्षयोपशमादनिन्द्रियावलम्बाच्च मूर्तामूर्तद्रव्यं विकलं विशेषेणाव-
बुध्यते तत् श्रुतज्ञानम्, यत्तदावरणक्षयोपशमादेव मूर्तद्रव्यं विकलं विशेषेणावबुध्यते
तदवधिज्ञानम्, यत्तदावरणक्षयोपशमादेव परमनोगतं मूर्तद्रव्यं विकलं विशेषेणावबुध्यते
तन्मनःपर्ययज्ञानम्, यत्सकलावरणात्यन्तक्षये केवल एव मूर्तामूर्तद्रव्यं सकलं विशेषेणाव-
बुध्यते तत्स्वाभाविकं केवलज्ञानम् । मिथ्यादर्शनोदयसहचरितमाभिनिबोधिकज्ञानमेव
कुमतिज्ञानम्, मिथ्यादर्शनोदयसहचरितं श्रुतज्ञानमेव कुश्रुतज्ञानम्, मिथ्यादर्शनोदयसह-
જ્ઞાનાવરણકર્મથી આચ્છાદિત પ્રદેશોવાળો વર્તતો થકો, (૧) તે પ્રકારના (અર્થાત્
મતિજ્ઞાનના) આવરણના ક્ષયોપશમથી અને ઇન્દ્રિય-મનના અવલંબનથી મૂર્ત-અમૂર્ત દ્રવ્યને
૧વિકળપણે ૨વિશેષતઃ અવબોધે છે તે આભિનિબોધિકજ્ઞાન છે, (૨) તે પ્રકારના (અર્થાત્
શ્રુતજ્ઞાનના) આવરણના ક્ષયોપશમથી અને મનના અવલંબનથી મૂર્ત-અમૂર્ત દ્રવ્યને વિકળપણે
વિશેષતઃ અવબોધે છે તે શ્રુતજ્ઞાન છે, (૩) તે પ્રકારના આવરણના ક્ષયોપશમથી જ મૂર્ત
દ્રવ્યને વિકળપણે વિશેષતઃ અવબોધે છે તે અવધિજ્ઞાન છે, (૪) તે પ્રકારના આવરણના
ક્ષયોપશમથી જ પરમનોગત ( – પારકાના મન સાથે સંબંધવાળા) મૂર્ત દ્રવ્યને વિકળપણે
વિશેષતઃ અવબોધે છે તે મનઃપર્યયજ્ઞાન છે, (૫) સમસ્ત આવરણના અત્યંત ક્ષયે, કેવળ
જ ( – આત્મા એકલો જ), મૂર્ત-અમૂર્ત દ્રવ્યને સકળપણે વિશેષતઃ અવબોધે છે તે સ્વાભાવિક
કેવળજ્ઞાન છે. (૬) મિથ્યાદર્શનના ઉદય સાથેનું આભિનિબોધિકજ્ઞાન જ કુમતિજ્ઞાન છે,
(૭) મિથ્યાદર્શનના ઉદય સાથેનું શ્રુતજ્ઞાન જ કુશ્રુતજ્ઞાન છે, (૮) મિથ્યાદર્શનના ઉદય
સાથેનું અવધિજ્ઞાન જ વિભંગજ્ઞાન છે. — આ પ્રમાણે (જ્ઞાનોપયોગના ભેદોનાં) સ્વરૂપનું
કથન છે.
એ રીતે મતિજ્ઞાનાદિ આઠ જ્ઞાનોપયોગોનું વ્યાખ્યાન કરવામાં આવ્યું.
ભાવાર્થઃ — પ્રથમ તો, નીચે પ્રમાણે પાંચ જ્ઞાનોનું સ્વરૂપ છેઃ —
નિશ્ચયનયે અખંડ-એક-વિશુદ્ધજ્ઞાનમય એવો આ આત્મા વ્યવહારનયે
સંસારાવસ્થામાં કર્માવૃત વર્તતો થકો, મતિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ હોતાં, પાંચ ઇન્દ્રિયો
૧. વિકળપણે=અપૂર્ણપણે; અંશે.
૨. વિશેષતઃ અવબોધવું=જાણવું. (વિશેષ અવબોધ અર્થાત્ વિશેષ પ્રતિભાસ તે જ્ઞાન છે.)
પં. ૧૦