૭૨
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
जीवादपृथग्भूत एव, एकास्तित्वनिर्वृत्तत्वादिति ।।४०।।
आभिणिसुदोधिमणकेवलाणि णाणाणि पंचभेयाणि ।
कुमदिसुदविभंगाणि य तिण्णि वि णाणेहिं संजुत्ते ।।४१।।
आभिनिबोधिकश्रुतावधिमनःपर्ययकेवलानि ज्ञानानि पञ्चभेदानि ।
कुमतिश्रुतविभङ्गानि च त्रीण्यपि ज्ञानैः संयुक्तानि ।।४१।।
ज्ञानोपयोगविशेषाणां नामस्वरूपाभिधानमेतत् ।
तत्राभिनिबोधिकज्ञानं श्रुतज्ञानमवधिज्ञानं मनःपर्ययज्ञानं केवलज्ञानं कुमतिज्ञानं
कुश्रुतज्ञानं विभङ्गज्ञानमिति नामाभिधानम् । आत्मा ह्यनन्तसर्वात्मप्रदेशव्यापिविशुद्ध-
જ્ઞાન છે અને સામાન્ય જેમાં પ્રતિભાસે તે દર્શન છે). વળી ઉપયોગ સર્વદા જીવથી
*અપૃથગ્ભૂત જ છે, કારણ કે એક અસ્તિત્વથી રચાયેલ છે. ૪૦.
મતિ, શ્રુત, અવધિ, મનઃ, કેવળ — પાંચ ભેદો જ્ઞાનના;
કુમતિ, કુશ્રુત, વિભંગ — ત્રણ પણ જ્ઞાન સાથે જોડવાં. ૪૧.
અન્વયાર્થઃ — [ आभिनिबोधिकश्रुतावधिमनःपर्ययकेवलानि ] આભિનિબોધિક ( – મતિ),
શ્રુત, અવધિ, મનઃપર્યય અને કેવળ — [ ज्ञानानि पञ्चभेदानि ] એમ જ્ઞાનના પાંચ ભેદ છે;
[ कुमतिश्रुतविभङ्गानि च ] વળી કુમતિ, કુશ્રુત અને વિભંગ — [ त्रीणि अपि ] એ ત્રણ
(અજ્ઞાનો) પણ [ ज्ञानैः ] (પાંચ) જ્ઞાનો સાથે [ संयुक्तानि ] જોડવામાં આવ્યાં છે. (એ
પ્રમાણે જ્ઞાનોપયોગના આઠ ભેદ છે.)
ટીકાઃ — આ, જ્ઞાનોપયોગના ભેદોનાં નામ અને સ્વરૂપનું કથન છે.
ત્યાં, (૧) આભિનિબોધિકજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મનઃ-
પર્યયજ્ઞાન, (૫) કેવળજ્ઞાન, (૬) કુમતિજ્ઞાન, (૭) કુશ્રુતજ્ઞાન અને (૮) વિભંગજ્ઞાન
— એ પ્રમાણે (જ્ઞાનોપયોગના ભેદોનાં) નામનું કથન છે.
(હવે તેમનાં સ્વરૂપનું કથન કરવામાં આવે છેઃ – ) આત્મા ખરેખર અનંત, સર્વ
આત્મપ્રદેશોમાં વ્યાપક, વિશુદ્ધ જ્ઞાનસામાન્યસ્વરૂપ છે. તે (આત્મા) ખરેખર અનાદિ
*
અપૃથગ્ભૂત=અભિન્ન. (ઉપયોગ સદા જીવથી અભિન્ન જ છે, કારણ કે તેઓ એક અસ્તિત્વથી
નિષ્પન્ન છે.)