Panchastikay Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 75 of 256
PDF/HTML Page 115 of 296

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૭૫
આ આત્મા, મનઃપર્યયજ્ઞાનાવરણનો ક્ષયોપશમ હોતાં, પરમનોગત મૂર્ત વસ્તુને જે
પ્રત્યક્ષપણે જાણે છે તે મનઃપર્યયજ્ઞાન છે. ૠજુમતિ અને વિપુલમતિ એવા ભેદો વડે
મનઃપર્યયજ્ઞાન બે પ્રકારનું છે. ત્યાં, વિપુલમતિ મનઃપર્યયજ્ઞાન પરના મનવચનકાય સંબંધી
પદાર્થને, વક્ર તેમ જ અવક્ર બન્નેને, જાણે છે અને ૠજુમતિ મનઃપર્યયજ્ઞાન તો ૠજુને
(અવક્રને) જ જાણે છે. નિર્વિકાર આત્માની ઉપલબ્ધિ અને ભાવના સહિત ચરમદેહી
મુનિઓને વિપુલમતિ મનઃપર્યયજ્ઞાન હોય છે. આ બન્ને મનઃપર્યયજ્ઞાનો વીતરાગ
આત્મતત્ત્વનાં સમ્યક્ શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનની ભાવના સહિત, પંદર પ્રમાદ રહિત અપ્રમત્ત
મુનિને ઉપયોગમાં
વિશુદ્ધ પરિણામમાં
ઉત્પન્ન થાય છે. અહીં મનઃપર્યયજ્ઞાનના
ઉત્પાદકાળે જ અપ્રમત્તપણાનો નિયમ છે, પછી પ્રમત્તપણામાં પણ તે સંભવે છે.
જે જ્ઞાન ઘટપટાદિ જ્ઞેય પદાર્થોને અવલંબીને ઊપજતું નથી તે કેવળજ્ઞાન છે.
તે શ્રુતજ્ઞાનસ્વરૂપ પણ નથી. જોકે દિવ્યધ્વનિકાળે તેના આધારે ગણધરદેવ વગેરેને
શ્રુતજ્ઞાન પરિણમે છે તોપણ તે શ્રુતજ્ઞાન ગણધરદેવ વગેરેને જ હોય છે, કેવળીભગવંતોને
તો કેવળજ્ઞાન જ હોય છે. વળી, કેવળીભગવંતોને શ્રુતજ્ઞાન નથી એટલું જ નહિ, પણ
તેમને જ્ઞાન-અજ્ઞાન પણ નથી અર્થાત
્ તેમને કોઈ વિષયનું જ્ઞાન અને કોઈ વિષયનું
અજ્ઞાન હોય એમ પણ નથીસર્વ વિષયોનું જ્ઞાન જ હોય છે; અથવા, તેમને
મતિજ્ઞાનાદિ અનેક ભેદવાળું જ્ઞાન નથીકેવળજ્ઞાન એક જ છે.
અહીં જે પાંચ જ્ઞાનો વર્ણવવામાં આવ્યાં તે વ્યવહારથી વર્ણવવામાં આવ્યાં
છે. નિશ્ચયથી તો વાદળાં વિનાના સૂર્યની માફક આત્મા અખંડ-એક-જ્ઞાનપ્રતિભાસમય
જ છે.
હવે અજ્ઞાનત્રય વિષે કહેવામાં આવે છે
મિથ્યાત્વ દ્વારા અર્થાત્ ભાવ-આવરણ દ્વારા અજ્ઞાન (કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન
તથા વિભંગજ્ઞાન) અને અવિરતિભાવ હોય છે તથા જ્ઞેયને અવલંબતાં (જ્ઞેય સંબંધી
વિચાર અથવા જ્ઞાન કરતાં) તે તે કાળે દુઃનય અને દુઃપ્રમાણ હોય છે. (મિથ્યાદર્શનના
સદ્ભાવમાં વર્તતું મતિજ્ઞાન તે કુમતિજ્ઞાન છે, શ્રુતજ્ઞાન તે કુશ્રુતજ્ઞાન છે, અવધિજ્ઞાન
તે વિભંગજ્ઞાન છે; તેના સદ્ભાવમાં વર્તતા નયો તે દુઃનયો છે અને પ્રમાણ તે દુઃપ્રમાણ
છે.
) માટે એમ ભાવાર્થ સમજવો કે નિર્વિકાર શુદ્ધ આત્માની અનુભૂતિસ્વરૂપ નિશ્ચય
સમ્યક્ત્વ ઉપાદેય છે.
इत्थं मतिज्ञानादिज्ञानोपयोगाष्टकं व्याख्यातम् ।।४१।।