૭૬
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
दंसणमवि चक्खुजुदं अचक्खुजुदमवि य ओहिणा सहियं ।
अणिधणमणंतविसयं केवलियं चावि पण्णत्तं ।।४२।।
दर्शनमपि चक्षुर्युतमचक्षुर्युतमपि चावधिना सहितम् ।
अनिधनमनन्तविषयं कैवल्यं चापि प्रज्ञप्तम् ।।४२।।
दर्शनोपयोगविशेषाणां नामस्वरूपाभिधानमेतत् ।
चक्षुर्दर्शनमचक्षुर्दर्शनमवधिदर्शनं केवलदर्शनमिति नामाभिधानम् । आत्मा ह्यनन्त-
सर्वात्मप्रदेशव्यापिविशुद्धदर्शनसामान्यात्मा । स खल्वनादिदर्शनावरणकर्मावच्छन्नप्रदेशः
सन्, यत्तदावरणक्षयोपशमाच्चक्षुरिन्द्रियावलम्बाच्च मूर्तद्रव्यं विकलं सामान्येनावबुध्यते
એ પ્રમાણે જ્ઞાનોપયોગોનું વર્ણન કરવામાં આવ્યું. ૪૧.
દર્શન તણા ચક્ષુ-અચક્ષુરૂપ, અવધિરૂપ ને
નિઃસીમવિષય અનિધન કેવળરૂપ ભેદ કહેલ છે. ૪૨.
અન્વયાર્થઃ — [ दर्शनम् अपि ] દર્શન પણ [ चक्षुर्युतम् ] ચક્ષુદર્શન, [ अचक्षुर्युतम् अपि
च ] અચક્ષુદર્શન, [ अवधिना सहितम् ] અવધિદર્શન [ च अपि ] અને [ अनंतविषयम् ] અનંત
જેનો વિષય છે એવું [ अनिधनम् ] અવિનાશી [ कैवल्यं ] કેવળદર્શન [ प्रज्ञप्तम् ] — એમ ચાર
ભેદવાળું કહ્યું છે.
ટીકાઃ — આ, દર્શનોપયોગના ભેદોનાં નામ અને સ્વરૂપનું કથન છે.
(૧) ચક્ષુદર્શન, (૨) અચક્ષુદર્શન, (૩) અવધિદર્શન અને (૪) કેવળદર્શન — એ
પ્રમાણે (દર્શનોપયોગના ભેદોનાં) નામનું કથન છે.
(હવે તેમનાં સ્વરૂપનું કથન કરવામાં આવે છેઃ — ) આત્મા ખરેખર અનંત,
સર્વ આત્મપ્રદેશોમાં વ્યાપક, વિશુદ્ધ દર્શનસામાન્યસ્વરૂપ છે. તે (આત્મા) ખરેખર
અનાદિ દર્શનાવરણકર્મથી આચ્છાદિત પ્રદેશોવાળો વર્તતો થકો, (૧) તે પ્રકારના (અર્થાત્
ચક્ષુદર્શનના) આવરણના ક્ષયોપશમથી અને ચક્ષુ-ઇન્દ્રિયના અવલંબનથી મૂર્ત દ્રવ્યને
વિકળપણે *સામાન્યતઃ અવબોધે છે તે ચક્ષુદર્શન છે, (૨) તે પ્રકારના આવરણના
*
સામાન્યતઃ અવબોધવું=દેખવું. (સામાન્ય અવબોધ અર્થાત્ સામાન્ય પ્રતિભાસ તે દર્શન છે.)