Panchastikay Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 296

 

background image
આ પંચાસ્તિકાયસંગ્રહ પરમાગમ શરૂ કરતાં શાસ્ત્રકર્તાએ તેને ‘સર્વજ્ઞ
મહામુનિના મુખથી કહેવાયેલા પદાર્થોનું પ્રતિપાદક, ચતુર્ગતિનાશક અને નિર્વાણનું
કારણ’ કહ્યું છે. તેમાં કહેલા વસ્તુતત્ત્વનો સાર આ પ્રમાણે છેઃ
વિશ્વ એટલે અનાદિ-અનંત સ્વયંસિદ્ધ સત્ એવી અનંતાનંત વસ્તુઓનો
સમુદાય. તેમાંની પ્રત્યેક વસ્તુ અનુત્પન્ન અને અવિનાશી છે. પ્રત્યેક વસ્તુમાં અનંત
શક્તિઓ અથવા ગુણો છે, જે ત્રિકાળિક નિત્ય છે. પ્રત્યેક વસ્તુ પ્રતિક્ષણ પોતામાં
પોતાનું કાર્ય કરતી હોવા છતાં અર્થાત
્ નવીન દશાઓઅવસ્થાઓપર્યાયો ધરતી
હોવા છતાં તે પર્યાયો એવી મર્યાદામાં રહીને થાય છે કે વસ્તુ પોતાની જાતને છોડતી
નથી અર્થાત
્ તેની શક્તિઓમાંથી એક પણ ઘટતીવધતી નથી. વસ્તુઓની (દ્રવ્યોની)
ભિન્નભિન્ન શક્તિઓની અપેક્ષાએ તેમની (દ્રવ્યોની) છ જાતિઓ છેઃ જીવદ્રવ્ય,
પુદ્ગલદ્રવ્ય, ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય અને કાળદ્રવ્ય. જેનામાં સદા જ્ઞાન,
દર્શન, ચારિત્ર, સુખ વગેરે અનંત ગુણો (
શક્તિઓ) હોય છે તે જીવદ્રવ્ય છે;
જેનામાં સદા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે અનંત ગુણો હોય છે તે પુદ્ગલદ્રવ્ય છે;
બાકીનાં ચાર દ્રવ્યોના વિશિષ્ટ ગુણો અનુક્રમે ગતિહેતુત્વ, સ્થિતિહેતુત્વ, અવગાહહેતુત્વ
અને વર્તનાહેતુત્વ છે. આ છ દ્રવ્યોમાંથી પહેલાં પાંચ દ્રવ્યો સત
્ હોવાથી તેમ જ
શક્તિ અથવા વ્યક્તિ-અપેક્ષાએ મોટા ક્ષેત્રવાળાં હોવાથી ‘અસ્તિકાય’ છે; કાળદ્રવ્ય
‘અસ્તિ’ છે પણ ‘
કાય’ નથી.
જિનેંદ્રના જ્ઞાનદર્પણમાં ઝળકતાં આ સર્વ દ્રવ્યોઅનંત જીવદ્રવ્યો, અનંતાનંત
પુદ્ગલદ્રવ્યો, એક ધર્મદ્રવ્ય, એક અધર્મદ્રવ્ય, એક આકાશદ્રવ્ય અને અસંખ્ય
કાળદ્રવ્યો
સ્વયં પરિપૂર્ણ છે અને અન્ય દ્રવ્યોથી તદ્દન સ્વતંત્ર છે; તેઓ એકબીજા
સાથે પરમાર્થે કદી મળતાં નથી, ભિન્ન જ રહે છે. દેવ, મનુષ્ય, તિર્યંચ, નારક,
એકેન્દ્રિય, દ્વીન્દ્રિય વગેરે જીવોમાં જીવ-પુદ્ગલ જાણે કે મળી ગયાં હોય એમ લાગે
છે પણ ખરેખર એમ નથી; તેઓ તદ્દન પૃથક્ છે. સર્વ જીવો અનંત જ્ઞાનસુખના નિધિ
હોવા છતાં, પર દ્વારા તેમને કાંઈ સુખદુઃખ નહિ થતું હોવા છતાં, સંસારી અજ્ઞાની
જીવ અનાદિ કાળથી સ્વતઃ અજ્ઞાનપર્યાયે પરિણમી પોતાના જ્ઞાનાનંદસ્વભાવને,
પરિપૂર્ણતાને, સ્વાતંત્ર્યને અને અસ્તિત્વને પણ ભૂલી રહ્યો છે તથા પર પદાર્થોને
સુખદુઃખના કારણ માની તેમના પ્રત્યે રાગદ્વેષ કર્યા કરે છે; જીવના આવા ભાવોના
નિમિત્તે પુદ્ગલો સ્વતઃ જ્ઞાનાવરણાદિકર્મપર્યાયે પરિણમી જીવની સાથે સંયોગમાં
આવે છે અને તેથી અનાદિ કાળથી જીવને પૌદ્ગલિક દેહનો સંયોગ થયા કરે
[ ૧૨ ]