ભારતવર્ષના ભવ્ય જીવોને પ્રતિબોધ કર્યો છે એવા જે શ્રી જિનચંદ્રસૂરિભટ્ટારકના પટ્ટના
આભરણરૂપ કળિકાળસર્વજ્ઞ (ભગવાન કુંદકુંદાચાર્યદેવ) તેમણે રચેલા આ ષટ્પ્રાભૃત
ગ્રંથમાં........સૂરીશ્વર શ્રી શ્રુતસાગરે રચેલી મોક્ષપ્રાભૃતની ટીકા સમાપ્ત થઈ.’’ આમ
ષટ્પ્રાભૃતની શ્રી શ્રુતસાગરસૂરિકૃત ટીકાના અંતમાં લખેલું છે.
આવે છે;
લીધેલાં તે અમૃતભાજનો હાલમાં પણ અનેક આત્માર્થીઓને આત્મજીવન અર્પે છે.
તેમનાં સમયસાર, પ્રવચનસાર, નિયમસાર અને પંચાસ્તિકાયસંગ્રહ નામનાં ઉત્તમોત્તમ
પરમાગમોમાં હજારો શાસ્ત્રોનો સાર આવી જાય છે. ભગવાન કુંદકુંદાચાર્ય પછી
લખાયેલા ઘણા ગ્રંથોનાં બીજડાં આ પરમાગમોમાં રહેલાં છે એમ સૂક્ષ્મ દ્રષ્ટિથી
અભ્યાસ કરતાં જણાય છે. શ્રી સમયસાર આ ભરતક્ષેત્રનું સર્વોત્કૃષ્ટ પરમાગમ છે.
તેમાં નવ તત્ત્વોનું શુદ્ધનયની દ્રષ્ટિથી નિરૂપણ કરી જીવનું શુદ્ધ સ્વરૂપ સર્વ તરફથી
જ્ઞાનતત્ત્વ, જ્ઞેયતત્ત્વ અને ચરણાનુયોગના ત્રણ અધિકારોમાં વિભાજિત કર્યું છે. શ્રી
નિયમસારમાં મોક્ષમાર્ગનું સ્પષ્ટ સત્યાર્થ નિરૂપણ છે. જેમ સમયસારમાં શુદ્ધનયથી નવ
તત્ત્વોનું નિરૂપણ કર્યું છે તેમ નિયમસારમાં મુખ્યત્વે શુદ્ધનયથી જીવ, અજીવ, શુદ્ધભાવ,
પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, પ્રાયશ્ચિત્ત, સમાધિ, ભક્તિ, આવશ્યક, શુદ્ધોપયોગ
વગેરેનું વર્ણન છે. શ્રી પંચાસ્તિકાયસંગ્રહમાં કાળ સહિત પાંચ અસ્તિકાયોનું (અર્થાત