Panchastikay Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 296

 

background image
આદિનુંવર્ણન છે, પર્યાયાર્થિક નયને પ્રધાન કરીને કથન છે. આ નયને અશુદ્ધ-
દ્રવ્યાર્થિક પણ કહે છે અને અધ્યાત્મભાષાથી અશુદ્ધનિશ્ચયનય અથવા વ્યવહાર કહે છે.
શ્રી ગુણધર આચાર્યને પાંચમા જ્ઞાનપ્રવાદપૂર્વના દશમા વસ્તુના ત્રીજા પ્રાભૃતનું
જ્ઞાન હતું. તે જ્ઞાનમાંથી ત્યારપછીના આચાર્યોએ અનુક્રમે સિદ્ધાંતો રચ્યા. એમ સર્વજ્ઞ
ભગવાન મહાવીરથી ચાલ્યું આવતું જ્ઞાન આચાર્યોની પરંપરાથી ભગવાન કુંદકુંદાચાર્યદેવને
પ્રાપ્ત થયું. તેમણે પંચાસ્તિકાયસંગ્રહ, પ્રવચનસાર, સમયસાર, નિયમસાર, અષ્ટપાહુડ
આદિ શાસ્ત્રો રચ્યાં. આ રીતે દ્વિતીય શ્રુતસ્કંધની ઉત્પત્તિ થઈ. તેમાં એકંદરે જ્ઞાનને
પ્રધાન કરીને શુદ્ધદ્રવ્યાર્થિક નયથી કથન છે, આત્માના શુદ્ધ સ્વરૂપનું વર્ણન છે.
ભગવાન કુંદકુંદાચાર્યદેવ વિક્રમ સંવતની શરૂઆતમાં થઈ ગયા છે. દિગંબર જૈન
પરંપરામાં ભગવાન કુંદકુંદાચાર્યદેવનું સ્થાન સર્વોત્કૃષ્ટ છે. मंगलं भगवान् वीरो मंगलं
गौतमो गणी। मंगलं कु न्दकु न्दार्यो जैनधर्मोऽस्तु मंगलम् ।।એ શ્લોક દરેક દિગંબર જૈન
શાસ્ત્રાધ્યયન શરૂ કરતાં મંગલાચરણરૂપે બોલે છે. આ પરથી સિદ્ધ થાય છે કે સર્વજ્ઞ
ભગવાન શ્રી મહાવીરસ્વામી અને ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામી પછી તુરત જ
ભગવાન કુંદકુંદાચાર્યનું સ્થાન આવે છે. દિગંબર જૈન સાધુઓ પોતાને કુંદકુંદાચાર્યની
પરંપરાના કહેવરાવવામાં ગૌરવ માને છે. ભગવાન કુંદકુંદાચાર્યદેવનાં શાસ્ત્રો સાક્ષાત્
ગણધરદેવનાં વચનો જેટલાં જ પ્રમાણભૂત મનાય છે. તેમના પછી થયેલા ગ્રંથકાર
આચાર્યો પોતાના કોઈ કથનને સિદ્ધ કરવા માટે કુંદકુંદાચાર્યદેવનાં શાસ્ત્રોનું પ્રમાણ આપે
છે એટલે એ કથન નિર્વિવાદ ઠરે છે. તેમના પછી લખાયેલા ગ્રંથોમાં તેમનાં શાસ્ત્રોમાંથી
થોકબંધ અવતરણો લીધેલાં છે. ખરેખર ભગવાન કુંદકુંદાચાર્યે પોતાનાં પરમાગમોમાં
તીર્થંકરદેવોએ પ્રરૂપેલા ઉત્તમોત્તમ સિદ્ધાંતોને જાળવી રાખ્યા છે અને મોક્ષમાર્ગને ટકાવી
રાખ્યો છે. વિ. સં. ૯૯૦
માં થઈ ગયેલા શ્રી દેવસેનાચાર્યવર તેમના દર્શનસાર નામના
ગ્રંથમાં કહે છે કે ‘‘વિદેહક્ષેત્રના વર્તમાન તીર્થંકર શ્રી સીમંધરસ્વામીના સમવસરણમાં
જઈને શ્રી પદ્મનંદિનાથે (કુંદકુંદાચાર્યદેવે) પોતે પ્રાપ્ત કરેલા જ્ઞાન વડે બોધ ન આપ્યો
હોત તો મુનિજનો સાચા માર્ગને કેમ જાણત?’’ બીજો એક ઉલ્લેખ આપણે જોઈએ,
જેમાં કુંદકુંદાચાર્યદેવને કળિકાળસર્વજ્ઞ કહેવામાં આવ્યા છેઃ ‘‘પદ્મનંદી, કુંદકુંદાચાર્ય,
વક્રગ્રીવાચાર્ય, એલાચાર્ય, ગૃધ્રપિચ્છાચાર્ય
એ પાંચ નામોથી વિરાજિત, ચાર આંગળ
ઊંચે આકાશમાં ચાલવાની જેમને ૠદ્ધિ હતી, જેમણે પૂર્વ વિદેહમાં જઈને
મૂળ શ્લોક માટે ૨૦ મું પાનું જુઓ.
[ ૧૦ ]