૧૫
૬
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
सम्मत्तं सद्दहणं भावाणं तेसिमधिगमो णाणं ।
चारित्तं समभावो विसएसु विरूढमग्गाणं ।।१०७।।
सम्यक्त्वं श्रद्धानं भावानां तेषामधिगमो ज्ञानम् ।
चारित्रं समभावो विषयेषु विरूढमार्गाणाम् ।।१०७।।
सम्यग्दर्शनज्ञानचारित्राणां सूचनेयम् ।
भावाः खलु कालकलितपञ्चास्तिकायविकल्परूपा नव पदार्थाः । तेषां मिथ्या-
दर्शनोदयापादिताश्रद्धानाभावस्वभावं भावान्तरं श्रद्धानं सम्यग्दर्शनं, शुद्धचैतन्यरूपात्म-
‘ભાવો’ તણી શ્રદ્ધા સુદર્શન, બોધ તેનો જ્ઞાન છે,
વધુ રૂઢ માર્ગ થતાં વિષયમાં સામ્ય તે ચારિત્ર છે. ૧૦૭.
અન્વયાર્થઃ — [ भावानां ] ભાવોનું ( – નવ પદાર્થોનું) [ श्रद्धानं ] શ્રદ્ધાન
[ सम्यक्त्वं ] તે સમ્યક્ત્વ છે; [ तेषाम् अधिगमः ] તેમનો અવબોધ [ ज्ञानम् ] તે જ્ઞાન છે;
[ विरूढमार्गाणाम् ] (નિજ તત્ત્વમાં) જેમનો માર્ગ વિશેષ રૂઢ થયો છે તેમને
[ विषयेषु ] વિષયો પ્રત્યે વર્તતો [ समभावः ] સમભાવ [ चारित्रम् ] તે ચારિત્ર છે.
ટીકાઃ — આ, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની સૂચના છે.
કાળ સહિત પંચાસ્તિકાયના ભેદરૂપ નવ પદાર્થો તે ખરેખર ‘ભાવો’ છે. તે
‘ભાવો’નું મિથ્યાદર્શનના ઉદયથી પ્રાપ્ત થતું જે અશ્રદ્ધાન તેના અભાવસ્વભાવવાળો જે
૧ભાવાંતર — શ્રદ્ધાન (અર્થાત્ નવ પદાર્થોનું શ્રદ્ધાન), તે સમ્યગ્દર્શન છે — કે જે
(સમ્યગ્દર્શન) શુદ્ધચૈતન્યરૂપ આત્મતત્ત્વના ૨વિનિશ્ચયનું બીજ છે. ૩નૌકાગમનના
૧. ભાવાંતર=ભાવવિશેષ; ખાસ ભાવ; બીજો ભાવ; જુદો ભાવ. [નવ પદાર્થોના અશ્રદ્ધાનનો અભાવ
જેનો સ્વભાવ છે એવો ભાવાંતર ( – નવ પદાર્થોના શ્રદ્ધાનરૂપ ભાવ) તે સમ્યગ્દર્શન છે.]
૨. વિનિશ્ચય=નિશ્ચય; દ્રઢ નિશ્ચય.
૩. જેવી રીતે નાવમાં બેઠેલા કોઈ મનુષ્યને નાવની ગતિના સંસ્કારવશ, પદાર્થો વિપરીત સ્વરૂપે સમજાય
છે (અર્થાત્ પોતે ગતિમાં હોવા છતાં સ્થિર હોય એમ સમજાય છે અને વૃક્ષ, પર્વત વગેરે સ્થિર
હોવા છતાં ગતિમાં હોય એમ સમજાય છે), તેવી રીતે જીવને મિથ્યાદર્શનના ઉદયવશ નવ પદાર્થો
વિપરીત સ્વરૂપે સમજાય છે.