Panchastikay Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 155 of 256
PDF/HTML Page 195 of 296

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૧૫૫
सम्यक्त्वज्ञानयुक्तं चारित्रं रागद्वेषपरिहीणम्
मोक्षस्य भवति मार्गो भव्यानां लब्धबुद्धीनाम् ।।१०६।।
मोक्षमार्गस्यैव तावत्सूचनेयम्
सम्यक्त्वज्ञानयुक्त मेव नासम्यक्त्वज्ञानयुक्तं , चारित्रमेव नाचारित्रं, रागद्वेषपरिहीणमेव न

रागद्वेषापरिहीणम्, मोक्षस्यैव न भावतो बंधस्य, मार्ग एव नामार्गः, भव्यानामेव नाभव्यानां, लब्धबुद्धीनामेव नालब्धबुद्धीनां, क्षीणकषायत्वे भवत्येव न कषायसहितत्वे भवतीत्यष्टधा नियमोऽत्र द्रष्टव्यः ।।१०६।।

અન્વયાર્થ[ सम्यक्त्वज्ञानयुक्तं ] સમ્યક્ત્વ અને જ્ઞાનથી સંયુક્ત એવું [ चारित्रं ] ચારિત્ર[ रागद्वेषपरिहीणम् ] કે જે રાગદ્વેષથી રહિત હોય તે, [ लब्धबुद्धीनाम् ] લબ્ધબુદ્ધિ [ भव्यानां ] ભવ્યજીવોને [ मोक्षस्य मार्गः ] મોક્ષનો માર્ગ [ भवति ] હોય છે.

ટીકાપ્રથમ, મોક્ષમાર્ગની જ આ સૂચના છે.

સમ્યક્ત્વ અને જ્ઞાનથી યુક્ત જનહિ કે અસમ્યક્ત્વ અને અજ્ઞાનથી યુક્ત, ચારિત્ર જનહિ કે અચારિત્ર, રાગદ્વેષ રહિત હોય એવું જ (ચારિત્ર)નહિ કે રાગદ્વેષ સહિત હોય એવું, મોક્ષનો જભાવતઃ નહિ કે બંધનો, માર્ગ જનહિ કે અમાર્ગ, ભવ્યોને જનહિ કે અભવ્યોને, લબ્ધબુદ્ધિઓને જનહિ કે અલબ્ધ- બુદ્ધિઓને, ક્ષીણકષાયપણામાં જ હોય છેનહિ કે કષાયસહિતપણામાં હોય છે. આમ આઠ પ્રકારે નિયમ અહીં દેખવો (અર્થાત્ આ ગાથામાં ઉપરોક્ત આઠ પ્રકારે નિયમ કહ્યો છે એમ સમજવું). ૧૦૬. ૧. ભાવતઃ=ભાવ અનુસાર; આશય અનુસાર. (‘મોક્ષનો’ કહેતાં જ ‘બંધનો નહિ’ એવો ભાવ અર્થાત

આશય સ્પષ્ટ સમજાય છે.) ૨. લબ્ધબુદ્ધિ=જેમણે બુદ્ધિ પ્રાપ્ત કરી હોય એવા. ૩. ક્ષીણકષાયપણામાં જ=ક્ષીણકષાયપણું હોતાં જ; ક્ષીણકષાયપણું હોય ત્યારે જ. [સમ્યક્ત્વજ્ઞાનયુક્ત

ચારિત્રકે જે રાગદ્વેષરહિત હોય તે, લબ્ધબુદ્ધિ ભવ્યજીવોને, ક્ષીણકષાયપણું હોતાં જ, મોક્ષનો
માર્ગ હોય છે.]