परमभट्टारकमहादेवाधिदेवश्रीवर्द्धमानस्वामिनः सिद्धिनिबन्धनभूतां भावस्तुतिमासूत्र्य, कालकलितपञ्चास्तिकायानां पदार्थविकल्पो मोक्षस्य मार्गश्च वक्त व्यत्वेन प्रतिज्ञात इति ।।१०५।।
અન્વયાર્થઃ — [ अपुनर्भवकारणं ] અપુનર્ભવના કારણ [ महावीरम् ] શ્રી મહાવીરને [ शिरसा अभिवन्द्य ] શિરસા વંદન કરીને, [ तेषां पदार्थभङ्गं ] તેમનો પદાર્થભેદ ( – કાળ સહિત પંચાસ્તિકાયનો નવ પદાર્થરૂપ ભેદ) તથા [ मोक्षस्य मार्गं ] મોક્ષનો માર્ગ [ वक्ष्यामि ] કહીશ.
પ્રવર્તમાન મહાધર્મતીર્થના મૂળ કર્તા તરીકે જેઓ *અપુનર્ભવના કારણ છે એવા ભગવાન, પરમ ભટ્ટારક, મહાદેવાધિદેવ શ્રી વર્ધમાનસ્વામીની, સિદ્ધત્વના નિમિત્તભૂત ભાવસ્તુતિ કરીને, કાળ સહિત પંચાસ્તિકાયનો પદાર્થભેદ (અર્થાત્ છ દ્રવ્યોનો નવ પદાર્થરૂપ ભેદ) તથા મોક્ષનો માર્ગ કહેવાની આ ગાથાસૂત્રમાં પ્રતિજ્ઞા કરવામાં આવી છે. ૧૦૫.
નિમિત્તભૂત છે.]